→ પંચાયત શબ્દમાં પંચ ને આયત – રહેઠાણ, નિવાસનો ઉલ્લેખ છે, જે પંચ ત્યાં પરમેશ્વરની પૌરાણિક ઉક્તિ તરફ અંગુલિનિર્દેશ કરે છે.
→ ભગવાન મનુ દ્વારા લખાયેલ “મનુસ્મૃતિ”માં પંચાયતી રાજનો ઉલ્લેખ છે.
→ મહાભારતના અઢાર પર્વો પૈકીનાં એક પર્વ એવા “સભા પર્વ”ના 83 માં શ્લોકમાં મજબૂત ગ્રામીણ વ્યવસ્થાનો ઉલ્લેખ છે.
→ વાલ્મીકિ રામાયણમાં સ્વાયત્ત ગામોના સમૂહ જેવા “જનપદ”નો ઉલ્લેખ મળે છે.
→ જાતક કથાઓમાં ગ્રામસભા અંગેના ઉલ્લેખ મળે છે.
→ ચાણક્ય (કૌટિલ્ય /વિષ્ણુગુપ્ત)ના પુસ્તક “અર્થશાસ્ત્ર” / “નીતિશાસ્ત્ર” કે જે રાજનીતિ વિષય પર આધારિત છે. તેમાં પણ ગામને ગ્રામ, ગ્રામના વડાને ગ્રામીણ (સરપંચ), ગામડાઓના સમૂહને જનપદ (અત્યારનો તાલુકો) અને જનપદના સમૂહને ગણરાજ્ય તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે.
→ ગ્રીક મુસાફર મેગેસ્થેનીઝે પોતાના પુસ્તક “ઈંડિકા" માં ભારતની પંચાયતી રાજની વ્યવસ્થાને “પેન્ટાર્ક” ના નામે ઓળખાવી છે.
→ ચીની મુસાફર યુ.એન. સાંગે પોતાના પુસ્તક “સીયુકી અને ફાહિયાન" પોતાના પુસ્તક “ફો –ફો- ક્યુ” માં પંચાયતી રાજનીતિિ વ્યવસ્થાનો ઉલ્લેખ કરેલ છે.
→ રાજસ્થાનમાં સાતમી સદીની શરૂઆતમાં “પંચકુળ” અંગેનું લખાણ ઉપલબ્ધ થાય છે. આવો જ એક ઉલ્લેખ કર્ણાટકના ગંગ અભિલેખોમાં મળે છે.
→ શિવાજીની “અષ્ટપ્રધાન મંડળ” વ્યવસ્થામાં પણ પંચાયતી રાજાનું વ્યવસ્થાપન હતું.
→ મોગલ સમયમાં બાબરથી લઈ શાહજહાં સુધી પંચાયતી રાજને ફોજદારી અને દીવાની રીતે સ્વાયતત્તા આપવામાં આવી હતી પરંતુ ઔરંગઝેબના સમયથી ગામડાઓની અંદર પંચાયતી રાજ વ્યવસ્થા નબળી પડી.
0 Comments
Any suggestions, Please comment Below 👇