પંચાયત ધારા મુજબ સક્ષમ અધિકારીઓ અને સત્તાસોંપણી
| સત્તાનો પ્રકાર | સક્ષમ અધિકારી |
|---|---|
| ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી | કલેક્ટર |
| ગ્રામ પંચાયતમાં બેઠકોની સંખ્યા | કલેકટર |
| ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ | તાલુકા વિકાસ અધિકારી |
| ગ્રામ પંચાયતના સભ્યનું રાજીનામું | સરપંચ મંજૂર કરે |
| ઉપસરપંચનું રાજીનામું | ગ્રામ પંચાયત મંજૂર કરે |
| સરપંચનું રાજીનામું | તાલુકા પંચાયત મંજૂર કરે |
| પંચાયત મંત્રીની પરચુરણ રજા | સરપંચ મંજૂર કરે |
| ઉપસરપંચના રાજીનામાની તકરાર | તાલુકા વિકાસ અધિકારી |
| સરપંચના રાજીનામાની તકરાર | નાયબ જિલ્લા વિકાસ અધિકારી |
| અવિશ્વાસના પ્રસત્વ માટે સરપંચ મિટિંગ ન બોલાવે તો | તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ પંચાયત મંત્રી મોકલે |
| ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણય વિરુદ્ધની સમિતિ | તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિને અપીલ |
| પંચાયત સભા / ગ્રામસભાનું અધ્યક્ષ સ્થાન | સરપંચ |
| ગામ પંચાયતના સભ્યોના રાજીનામાની તકરાર | તાલુકા વિકાસ અધિકારી |
| પંચાયતો પર નિયંત્રણ | વિકાસ કમિશનર |
| ગામના સ્થાનિક વિસ્તારમાં ફેરફાર કરવા માટેની ભલામણ | વિકાસ કમિશનર |
| ઉપ-સરપંચની ચૂંટણીની કાયદેસરતા સંબંધી તકરરાનો નિર્ણય | જિલ્લા વિકાસ અધિકારી |
| ગામ પંચાયતમાં ખાલી જગા પાડવાની સૂચના | તાલુકા વિકાસ અધિકારી |
| સરપંચ અને ઉપસરપંચને સસ્પેન્ડ કરવાની સત્તા | તાલુકા વિકાસ અધિકારી |
| સરપંચ અને ઉપસરપંચને સસ્પેન્ડના હુકમ સામે અપિલની સત્તા | અધિક વિકાસ કમિશનરને |
| સભ્ય તરીકે ચાલુ રહેવાની અસમર્થતા | ગ્રામ પંચાયત માટે તાલુકા વિકાસ અધિકારી
તાલુકા પંચાયત માટે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત માટે અધિક વિકાસ કમિશનર |

0 Comments