સંજ્ઞા
→ ભાષાના જે શબ્દો દ્વારા કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ખ્યાલનો નિર્દેશ થાય છે તેને “સંજ્ઞા” કે “નામ” કહે છે. સંજ્ઞાની મહત્વની લાક્ષણિકતા નીચે મુજબની છે.
“સંજ્ઞા” કે “નામ” લિંગ ધરાવતાં હોય છે.
→ ગુજરાતી ભાષામાં ત્રણ લિંગ છે: પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુસકલિંગ
“સંજ્ઞા” કે “નામ”વચન ધરાવે છે.
→ ગુજરાતી ભાષામાં બે વચન છે: એકવચન અને બહુવચન
સંજ્ઞા વિકારી કે અવિકારી હોય છે.
→ વિકારી સંજ્ઞા : લિંગ કે વચન અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય તે વિકારી સંજ્ઞા. દા.ત. વાંદરો – વાંદરી – વાંદરું ,કાંસકો – કાંસકી , લિંગ અનુસાર ચપ્પુ – ચપ્પા , પંખો – પંખા
→ અવિકારી સંજ્ઞા : લિંગા અનુસાર જે સંજ્ઞાનું રૂપ ન બદલાય, યથાવત્ત રહે તે અવિકારી સંજ્ઞા. દા.ત. ખેતર, વારાગ, રાજા, લાડુ, નદી વગેરે
સંજ્ઞા મૂર્ત કે અમૂર્ત હોય છે.
→ મૂર્ત સંજ્ઞા : જેને કોઈ પણ ઇન્દ્રિય (પંચેન્દ્રિય – આંખ, નાક,કાન, સ્પર્શ, સ્વાદ)થી અનુભવી શકાય છે તે . દા. ત. ચળકાટ, અવાજ, વાસ, કમળ, જલેબી વગેરે
→ અમૂર્ત સંજ્ઞા : જેને કોઈ રેંગ, રૂપ, કદ, આકાર, ગંધ વગેરે નથી, માત્ર તર્કથી અનુભવી શકાય તે. દા. ત. વિચાર, ક્રોધ, દૂ:ખ, માનવતા વગેરે
સંજ્ઞાના મુખ્ય પ્રકાર
→ સંજ્ઞાના મુખ્ય પ્રકાર નીચે મુજબ છે.
- જાતિવાચક સંજ્ઞા
- વ્યક્તિવાચક સંજ્ઞા
- દ્રવ્યવાચક સંજ્ઞા
- સમૂહવાચક સંજ્ઞા
- ભાવવાચક સંજ્ઞા
- ક્રિયાવાચક સંજ્ઞા
જાતિવાચક સંજ્ઞા
→ જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગસમૂહ સૂચવાતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે.
→ સમાન જાતિ કે વર્ગની વસ્તુઓ, વ્યક્તિઓ કે પદાર્થોને ઓળખ આપતી સંજ્ઞાને “જાતિવાચક સંજ્ઞા” કહે છે.
→ જેમકે , ભેંસ, ઘર, તપેલી, પેન, મૂર્તિ, તકિયો, ઝભ્ભો, બારણું,સ્ત્રી, પુરુષ ,નદી .
વ્યક્તિવાચક સંજ્ઞા
→ જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે.
→ જેમકે, પર્વત – જાતિવાચક સંજ્ઞા છે. પરંતુ “હિમાલય”, “ગિરનાર” વગરે ચોક્કસ પર્વતનો નિર્દેશ કરે છે. તેથી તે વ્યક્તિવાચક સંજ્ઞા છે.
દ્રવ્યવાચક સંજ્ઞા
→ ગણી ના શકાય તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞા, તે દ્રવ્યવાચક સંજ્ઞા.
→ જેમકે, પાણી, લોખંડ, દૂઘ, માટી વગેરે
→ આ સંજ્ઞાને લિટર કે કિલોગ્રામ વગેરેમાં માપી શકાય છે.પણ એક પાણી કે ચાર દૂઘ એમ સ્ંખ્યવાચક વિશેષણ લાગતું નથી.
સમૂહવાચક સંજ્ઞા
→ કોઈ જુથ કે સમૂહનો નિર્દેશ કરતી સંજ્ઞા તે સમૂહવાચક સંજ્ઞા.
→ સમૂહનો અર્થ આપનાર આ સંજ્ઞા હંમેશા એકવચનમાં પ્રયોજાય છે.
→ જેમકે, ટોળું, ધણ, સેના વગેરે.
ભાવવાચક સંજ્ઞા
→ ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞા, તે ભાવવાચક સંજ્ઞા.
→ જેમકે, માનવતા, સુખ, ક્રોધ, મઝા વગેરે
ક્રિયાવાચક સંજ્ઞા
→ ક્રિયા દર્શાવતી સંજ્ઞા, તે ક્રિયાવાચક સંજ્ઞા.
→ જેમકે, બોલવું ક્રિયા છે પણ “બોલ” ક્રિયા દર્શાવનાર સંજ્ઞા છે.
→ દોડ, ચાલ, લેખન, દર્શન વગેરે
0 Comments
Any suggestions, Please comment Below 👇