Ad Code

Chandrakant Bakshi (ચંદ્રકાંત બક્ષી)

ઘટનાના બેતાજ બાદશાહ ચંદ્રકાંત બક્ષી
ઘટનાના બેતાજ બાદશાહ ચંદ્રકાંત બક્ષી ા

→ જન્મ : 20 ઓગસ્ટ, 1932 (પાલનપુર, બનાસકાંઠા)

→ પિતા નામ : કેશવલાલ બક્ષી

→ માતા નામ : ચંચળબેન

→ બિરુદ : ઘટનાના બેતાજ બાદશાહ (સુમન શાહના મતે), બંડખોર સર્જક

→ ઉપનામ : બક્ષીબાબુ, ચન્દનમ, ચન્દ્ર

→ કર્મભૂમિ: કલકત્તા

→ નવલકથાકાર, વાર્તાકાર, પ્રવાસકથા લેખક અને નાટ્યકાર તરીકે જાણીતા

→ અવસાન : 25 માર્ચ, 2006 (અમદાવાદ)


→ તેઓ વેદના અને એકલતાના આલેખનની આગવી શૈલીને કારણે આધુનિક નવલકથાકાર તરીકે પ્રખ્યાત થયા છે તેમજ સ્પષ્ટ સાહિત્ય સર્જન અને વિવાદોથી ભરેલા જીવન સાથે તેઓ તેજાબી વાણી માટે પણ જાણીતા છે.

→ તેઓ તેમના સાહિત્યનું વિષયવસ્તુ અને સામગ્રી પોતાના જીવન મુજબ જ બેધડક રીતે નિરૂપે છે. આથી તેઓને પ્રયોગશીલ વલણનાં હિમાયતી તરીકે પણ ઓળખવામાં આવે છે.

→ તેમણે વર્ષ 1952માં મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી B.A.ની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેઓ કલકત્તા ગયા હતાં, ત્યાંની કલકત્તા યુનિવર્સિટીમાંથી વર્ષ 1956માં L.L.B.ની ડિગ્રી તથા વર્ષ 1963માં ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે M.A.ની ડિગ્રી મેળવી હતી.

→ તેમણે કલકત્તામાં પોતાની પ્રથમ વાર્તા મકાનના ભૂત લખી હતી જે કુમાર માસિકમાં પ્રકાશિત થઇ હતી.

→ તેમણે વર્ષ 1957માં પડઘા ડૂબી ગયા નામથી પ્રથમ નવલકથા લખી હતી. તેઓ નવલકથાને મર્દાઇનો ખેલ ગણાવતા હતા.

→ તેમના લખાણોમાં ગુજરાતી અને ઉર્દૂ શબ્દોનું મિશ્રણ જોવા મળે છે.

→ તેમણે વર્ષ 1970-80 દરમિયાન મુંબઈની મીઠીબાઈ કોલેજ તથા મુંબઇ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં ઇતિહાસ અને રાજકીય વિજ્ઞાનમાં અધ્યાપન કાર્ય કર્યુ હતું.

→ તેઓ વર્ષ 1980-82 દરમિયાન મુંબઇની એલ.એસ.રાહેજા આર્ટ્સ અને કોમર્સ કોલેજના આચાર્ય પદે રહ્યા હતાં.

→ તેમણે દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ વગેરે સમાચાર પત્રોમાં લેખન કાર્ય કર્યુ હતું.

→ તેમણે સંદેશમાં મીડ્ -ડે અને કલોઝઅપ જેવી કોલમ લખી હતી.

→ મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમની વર્ષ 1999માં મુંબઇના શરીફ પદે નિમણૂક કરવામાં આવી હતી.

→ તેમને વર્ષ 1984માં મહાજાતિ ગુજરાતી માટે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ ઇનામ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો હતો.

→ તેમના જીવન આધારિત હું ચંદ્રકાન્ત બક્ષી એકાંકી નાટક જૂન, 2013માં રજૂ થયું હતું.

→ તેમના 15 જેટલા પુસ્તકો હિન્દી, મરાઠી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓમાં અનુવાદિત થયા છે.

→ તેમની નવલકથા પેરેલિસિસનો 19 ભાષામાં અનુવાદ થયો છે.

→ વર્ષ 1968માં પેરેલિસિસ માટે ગુજરાત સરકારે ઇનામ આપવાનું જાહેર કર્યું હતું, પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો હતો.

→ વર્ષ 2008માં શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય મંડળ, રાજકોટ દ્વારા ચંદ્રકાન્ત બક્ષીના જીવન પર બે DVD બહાર પાડવામાં આવી હતી.


સાહિત્ય સર્જન

→ નાટક : જ્યુથિકા (ત્રિઅંકી નાટક), પરાજય

→ નવલિકા : બાર વર્ષો, આ મુંબઇ શહેરમાં, તમે આવશો?, ઓપરેશન ભુટ્ટો, એક સાંજની મુલાકાત, રોમિયો અને જુલિયટ, ચક્ષુઃશ્રવા (પાત્રો : કેસરીસિંઘ દાદા, કોશા), શ્રુતિ અને સ્મૃતિ

→ નવલકથા : પડઘા ડૂબી ગયા, એકલતાના કિનારા, પેરેલિસિસ, આકાર, મારું નામ તારું નામ, હથેળી પર બાદબાકી, અતિત વન, અયન વૃત્ત, જાતક કથા, લીલી નસોમાં પાનખર, લગ્નની આગલી રાતે, સુરખાબ ઝિન્દાની, હનીમૂન, બાકી રાત, હું, કોનારક શાહ

→ પ્રવાસગ્રંથ : પિતૃભૂમિ ગુજરાત, રશિયા રશિયા, અમેરિકા અમેરિકા, ગુજરે થે હમ જહાંસે, મહાજાતિ ગુજરાતી

→ વાર્તાસંગ્રહ: પ્યાર, મીરાં, ક્રમશઃ, પશ્ચિમ, મશાલ, એક સાંજની મુલાકાત.

→ ઇતિહાસ/સંસ્કૃતિ : મેસોપોટેમિયાની સંસ્કૃતિ, ગ્રીસની સંસ્કૃતિ, ચીનની સંસ્કૃતિ, ઇજિપ્તની સંસ્કૃતિ અને રોમન સંસ્કૃતિ

→ શ્રેણી : જ્ઞાન વિજ્ઞાન શ્રેણી

→ આત્મકથા : બક્ષીનામા ભાગ 1, 2 અને 3

→ અનુવાદ: સુખી હોવું, કેટલીક અમેરિકન વાર્તાઓ, આજની સોવિયેત વાર્તાઓ



→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments