→ તેમણે ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ મહાનવલકથા સરસ્વતીચંદ્ર નું સર્જન કરેલ છે. જેને અલગ અલગ ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે.
→
ભાગ -1, બુદ્ધિધનનો કારભાર
ભાગ - 2, ગુણસુંદરીનું કુટુંબજાળ
ભાગ - ૩, રત્નનગરીનું રાજ્યતંત્ર
ભાગ - 4, સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહૂતિ
→ સરસ્વતીચંદ્રના આધારે વર્ષ 1972માં ગુણસુંદરીનો ઘરસંસાર નામનું ગુજરાતી ચિત્રપટ બન્યું હતું તેમજ આ નવલકથા પરથી સંજય લીલા ભણસાલી દ્વારા હિન્દી ધારાવાહિકનું નિર્માણ થયેલ છે તેમજ હિન્દી ફિલ્મ સરસ્વતીચંદ્ર (1968)ના દિગ્દર્શક ગોવિંદ સરૈયા છે.
→ 16 વર્ષની વયે તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી તથા વર્ષ 1875માં એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અંગ્રેજી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ન્યાયશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વિષયો સાથે B.A. થયા.
કૃતિઓ
→ નાટક : સરસ્વતીચંદ્ર ભાગ : 1 થી 4, અધ્યાત્મ જીવન, લીલાવતી જીવનકલા, નવલરામનું જીવનવૃત્તાંત, ક્ષેમરાજ અને સાધ્વી
→ અન્ય : માનચતુર અને ધર્મલક્ષ્મી (પાત્રો : ગુણસુંદરી, સુંદર, ધર્મલક્ષ્મી, માનચતુર) (નવલકથા : સરસ્વતીચંદ્ર ભાગ-બે માંથી)
→ ગોવર્ધનરામને કવિ ન્હાલાલે “જગત સાક્ષર” કહ્યા છે.
→ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ મહાનવલ – સરસ્વતીચંદ્રના સર્જક
→ ઈ.સ. 1905માં અમદાવાદમાં યોજાયેલા પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશનના પ્રમુખ હતા.
→ કોલેજના અભ્યાસકાળ દરમિયાન જીવન જીવવા અંગે ત્રણ સંકલ્પ કર્યા - એલે.એલ.બી. થઈ મુંબઈમાં વકીલાત કરવી, ક્યારેય નોકરી કરવી નહીં અને ચાળીસમે વર્ષે વ્યવસાયમાંથી નિવૃત્ત થઇ શેષ જીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું.
→ તેમણે વર્ષ 1879 થી 1883 સુધી ભાવનગરમાં દીવાનના અંગત સેક્રેટરી તરીકે સેવા આપી હતી.
→ તેઓ પંડિત/સાક્ષર/ગોવર્ધન યુગના વર્ષ (1885 થી 1915) જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતાં.
→ વર્ષ 1902માં અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સંમેલનમાં મહત્વના સભ્ય હતાં.
→ વર્ષ 1905માં અમદાવાદમાં યોજાયેલ પ્રથમ ગુજરાત સાહિત્ય પરિષદ અધિવેશનના તેઓ પ્રથમ પ્રમુખ રહ્યાં છે
→ તેમના કાકા મનસુખલાલ ત્રિપાઠી સુધારક યુગના સાહિત્યકાર હતા.
→ ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરવા બદલ ભારત સરકાર દ્વારા 27 એપ્રિલ 2016ના રોજ તેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
→ સરસ્વતીચંદ્ર નવલકથાને આનંદશંકર ધ્રુવએ કળયુગનું પુરાણ કહ્યું છે અને મનુભાઈ પંચોળીએ સરસ્વતીચંદ્રના વખાણ કરતાં કહ્યું કે, ભારતના ઉજવણી પર્વમાં ગુજરાત પાસે આપવા જેવી બે ભેટ છે એક ગાંધીજીની અને બીજી સરસ્વતીચંદ્ર નવલકથા છે તથા ન્હાનાલાલે સરસ્વતીચંદ્ર મહાનવલકથાને જગત કાદંબરી કહ્યું હતું.
→ સ્નેહામુદ્રા દીર્ઘ કવિતા પોતાની પત્નીના તથા લીલાવતી જીવનકલા તેમની દિકરી લીલાવતીના અકાળે અવસાન નિમિત્તે લખાયેલ કૃતિઓ છે.
→ તેમની સ્મૃતિમાં નડિયાદમાં ગોવર્ધન સાહિત્ય સભાની સ્થાપના કરવામાં આવી હતી.
→ વર્ષ 2017 થી ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શ્રી ગોવર્ધનરામ નવલકથા પારિતોષિક આપવામાં આવે છે.
0 Comments