→ આધુનિક યુગના કવિ, વાર્તાકાર અને બાળસાહિત્યકાર તેમજ ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકવિ તરીકે જાણીતા
→ તેમણે વર્ષ 1959માં તેમની પ્રથમ વાર્તા પ્રેતની દુનિયાથી લેખનકાર્યની શરૂઆત કરી હતી. જે ચાંદની માસિકમાં છપાઇ હતી. જ્યારે તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ કયાં અને ચશ્માના કાચ પર એ તેમની પ્રથમ કવિતા હતી.
→ કાળ સાચવે પગલાં અને મન પાંચમના મેળામાં એમના મરણોત્તર સંપાદનો છે.
→ મન પાંચમના મેળામાંના ત્રણ ભાગમાં તેમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઇ છે.
→ તેમના કાવ્યોમાં સોનલનો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે. પંડિત જીવાનંદની કવિતામાં આવતા વનલતાસેન નામના સ્ત્રી પાત્ર પરથી રમેશ પારેખને સોનલ પાત્ર લખવાની પ્રેરણા મળી હતી. સોનલનું પાત્ર વાસ્તવિક વ્યક્તિ કે જીવંત પ્રેયસી નથી, આ સ્ત્રી કે નારી પાત્ર માત્ર કવિ મનમાં જન્મેલી કલ્પનાનું રૂપ છે.
→ રમેશ પારેખ સોનલ પાત્ર વિશે કહે છે કે સોનલ એટલે ગમતી પરિસ્થિતિ આવી ગમતી પરિસ્થિતિ તેમણે કાવ્યમાં અલગ અલગ સંદર્ભમાં પ્રયોજી છે.
→ તેમણે સમાજના હજામ, લુહાર, મદારી વગેરેની સંવેદનાને વાચા આપી છે. આલા બાપુના કાવ્યો આ બધા પાત્રોને આલેખવાનું માધ્યમ બન્યા છે.
→ આલા ખાચરના કાલ્પનિક પાત્ર વડે કાઠિયાવાડના બાપુઓની મનોદશાનું વ્યંગાત્મક અને કરુણ આલેખન કવિતામાં જોવા મળે છે. દંભી, આળસુ અને સ્વપ્નમાં રહેતા અહંકારી વ્યક્તિનું જ આલેખન આલા ખાચરના પાત્રમાં જોવા મળે છે.
→ તેમની વર્ષ 1970 થી 1991 સુધીની કવિતાઓનો સમાવેશ છ અક્ષરનું નામ સંગ્રહમાં થયો છે. તેમની કવિતામાં રોમેન્ટિક મિજાજ જોવા મળે છે.
→ છ અક્ષરનું નામ ની શોભયાત્રા - અમરેલીના નગરજનોએ રમેશ પારેખના જીવનના 50 વર્ષ પૂર્ણ થતાં તેમના અમુલ્ય અને લોકપ્રિય સમગ્ર કવિતા છ અક્ષરનું નામને માનભેર સ્થાન આપી તેની શોભયાત્રા કાઢી હતી. સદીયો પહેલા પાટણમાં સિદ્ધરાજ જયસિંહના સમયમાં આચાર્ય હેમચંદ્રકૃત વ્યાકરણ સિદ્ધહેમ
શબ્દાનુશાસનની શોભયાત્રા નીકળી હતી. ત્યારબાદ એવું માન છ અક્ષરનું નામ કાવ્યસંગ્રહ માટે રમેશ પારેખને મળ્યું છે.
→ તેમને કુમાર સુવર્ણચંદ્રક (1970), નર્મદ સુવર્ણચંદ્રક (1978), કાનજી-ધનજી સુવર્ણચંદ્રક (1983), રણજિતરામ સુવર્ણચંદ્રક (1986), નરસિંહ મહેતા એવોર્ડ (2004) અને બાળ સાહિત્ય માટે ગિજુભાઈ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક તથા કલાગૌરવ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.
→ આ ઉપરાંત તેમના વિતાન સુદ બીજ કાવ્યસંગ્રહ માટે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ(1994) એનાયત થયો હતો. તેમજ નરસિંહ મહેતા એવોર્ડ (2004) પ્રાપ્ત થયા હતા.
0 Comments