Ad Code

ચંદ્રકાંત શેઠ | Chandrakant Sheth

ચંદ્રકાંત શેઠ
ચંદ્રકાંત શેઠ

→ જન્મ : ૩ ફેબ્રુઆરી, 1938 કાલોલ (પંચમહાલ)

→ ઉપનામ : આર્યપુત્ર, નંદ સામવેદી, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ

→ પૂરું નામ : ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ

→ મૂળ વતન : ઠાસરા (ખેડા)

→ અવસાન : 2 ઓગસ્ટ,2024 (અમદાવાદ)

→ પુષ્ટિમાર્ગી સંગીતરસજ્ઞ કવિ અને કોશકાર એવા ચંદ્રકાન્ત શેઠ




→ સંવેદનભીના કાવ્યો, લલિત નિબંધો, નાટકો, કાવ્યો અને વિવેચન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ચંદ્રકાંત શેઠે ગૂજરાત વિધાપીઠમાંથી ઉમાશંકર જોષી ઉપાધિ મેળવી છે તેમજ સર્જક અને વિવેચક વિષય પર વિધાવાયસ્પતિની ઉપાધિ મેળવી છે.

→ ચંદ્રકાંત શેઠની પ્રથમ રચના મૂંગા તે કેમ રહેવું હતી, જે કુમાર સામાયિકમાં પ્રકાશિત થઈ હતી.

→ તેમણે પ્રથમ કાવ્યસંગ્રહ પવન રૂપેરી આપ્યો હતો. ઉપરાંત તેમણે લલિત નિબંધ નંદ સામવેદી લખ્યો છે.

→ તેમણે ગુજરાતી ભાષામાં વિરામ ચિન્હ વિશે પુસ્તક મોહનલાલ પટેલ સાથે મળીને લખ્યું જે શાસ્ત્રીય દ્રષ્ટિથી વિરામ ચિન્હ વિશે ચર્ચા કરતું ગુજરાતી ભાષાનું સૌપ્રથમ પુસ્તક છે.


પુરસ્કાર

→ વર્ષ 1964: કુમાર સુવર્ણચંદ્રક

→ વર્ષ 1983: નર્મદ સુવર્ણચંદ્રક

→ વર્ષ 1984-85 : ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર

→ વર્ષ 1985 : રણજિતરામ સુવર્ણચંદ્રક

→ વર્ષ 1986 : દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ

→ વર્ષ 2018 : બાળસાહિત્ય પુરસ્કાર

→ વર્ષ 2023 : સવ્યસાચી સારસ્વત એવોર્ડ

→ વર્ષ 2025: પદ્મશ્રી એવોર્ડ (મરણોત્તર)



સાહિત્ય સર્જન

→ કાવ્યસંગ્રહો : પવન રૂપેરી, જળ-વાદળ અને વીજ, ઊઘડતી દિવાલો, એક ટહુકો પંડમાં, ગગન ખોલતી બારી, પડઘાની પેલે પાર, તડકા નીચે, ગગનધરા પર, કાવ્ય પ્રત્યક્ષ

→ બાલ કાવ્યસંગ્રહ : ચાંદલિયાની ગાડી, ઘોડે ચડીને આવું છું, હું તો ચાલુ મારી જેમ

→ નિબંધ : ધૂળમાંની પગલીઓ(સંસ્મરણો), નંદ સામવેદી, ચહેરા ભીતર ચહેરા, અખંડ દીવા, રૂડી જણસો જીવતરની, અત્તરની સુવાસ, દીવે-દીવે દેવ, હેત અને હળવાશ

→ એકાંકી : સ્વપ્નપિંજરN

→ હાસ્યકથા : એ અને હું

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments