→ ગુજરાતના અનુ-ગાંધીયુગના જાણીતા સાહિત્યકાર અને પત્રકાર
→ તેમની મૂળ અટક પટેલ હતી પણ ગામના નામને અટક બનાવીને ઈશ્વર પેટલીકર નામથી સાહિત્ય સર્જન કર્યુ હતું.
→ તેઓ સંસાર માસિક થકી સામાજિક પ્રશ્નોની છણાવટ કરતા હતા.
→ ગ્રામચિત્રો નામથી પ્રથમ પુસ્તક આપનાર પેટલીકર આ પુસ્તકમાં ચરોતર પંથકના ગ્રામજનોના વ્યક્તિચિત્રો આલેખે છે.
→ તેમની જાણીતી કોલમ લોક્સાગરના તીરે તીરે વર્ષો સુધી 6 વર્તમાનપત્રમાં પ્રગટ થઇ છે.
→ તેમની પ્રથમ નવલકથા જનમટીપ છે, જેના દ્વારા તેઓ ખૂબ જાણીતા થયા. તેમની નવલકથાઓમાં મહીકાંઠાની પછાત કોમનું હૃદયસ્પર્શી આલેખન જોવા મળે છે.
→ તેમને વર્ષ 1961માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
→ વર્ષ 1944માં તેઓ આણંદની આર્યસમાજ સંસ્થાના મુખપત્ર આર્યપ્રકાશ માસિકમાં જોડાયા હતાં. ત્યારબાદ તેઓ પાટીદાર માસિકના તંત્રી પદે પણ રહી ચૂક્યા હતાં તથા થોડા સમય માટે રેખા માસિક પણ ચલાવ્યું હતું.
→ તેમની લોહીની સગાઈ વાર્તાને અમેરિકાના વર્તમાન પત્ર હેરલ્ડ ટ્રીબ્યુન દ્વારા આયોજિત ટુંકી વાર્તાની વિશ્વ હરીફાઇમાં શ્રેષ્ઠ સ્થાન અને ઇનામ મળેલ છે
0 Comments