→ ગુજરાતી ભાષાના કવિ, વિવેચક અને વાર્તાકાર ત્રિભુવનદાસ લુહાર
→ તેમણે ગૂજરાત વિધાપીઠમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેઓએ સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન કાર્ય કયું હતું.
→ તેમના સાહિત્ય સર્જનના ઘડતરમાં વિશ્વનાથ મગનલાલ ભટ્ટ અને રામનારાયણ વિશ્વનાથ પાઠક જેવા સાહિત્ય સર્જકનો મહત્વનો ફાળો છે.
→ તેમણે લેખનકાર્યની શરૂઆત વર્ષ 1926માં મરીચિ ઉપનામે એકાંશ દે કાવ્ય દ્વારા કરી હતી. આ કાવ્ય ગૂજરાત વિધાપીઠના સાબરમતી સામાયિકમાં પ્રગટ થયું હતું.
→ તેમણે વર્ષ 1931માં ત્રિશૂલ ઉપનામે પ્રથમ વાર્તા લૂંટારા લખી હતી તેમજ સુન્દરમ્ ઉપનામે બારડોલી કાવ્ય પ્રગટ કર્યુ હતું.
→ તેમણે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં આવતા ગિરમિટિયા બાળસુન્દરમ્નો છેલ્લો શબ્દ ગમી જતા ઉપનામ સુન્દરમ્ રાખ્યું હતું.
→ તેમણે વર્ષ 1935-1945 સુધી અમદાવાદની જયોતિસંઘ સંસ્થામાં સેવા આપી હતી.
→ તેમણે પ્રથમ કાવ્યસંગ્રહ કોયાભગતની કડવી વાણી આપ્યો હતો.
→ તેઓ વર્ષ 1945માં સહપરિવાર પોંડિયેરીનાં શ્રી અરવિંદ આશ્રમમાં સ્થાયી થયા અને આશ્રમના આજીવન અંતેવાસી (જીવનના અંત સુધી રહેનાર) રહ્યા હતાં. આ સમય દરમિયાન તેમણે શ્રી અરવિંદ આશ્રમમાંથી પ્રગટ થતાં દક્ષિણા (ત્રિમાસિક) અને બાળદક્ષિણાનું સંપાદન કર્યુ હતું.
→ પોંડિયેરીના સ્થાયી નિવાસ પછી તેમણે લખેલી કુલ 30 જેટલી વાર્તાઓનો સંગ્રહ તારિણીમાં કરવામાં આવ્યો છે.
→ તેઓ વર્ષ 1970માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા હતાં.
→ તેમની સ્મૃતિમાં અમદાવાદ ખાતે કવિ શ્રી સુંદરમ્ ચોક બનાવવામાં આવ્યો છે.
0 Comments