→ તેમણે સૌપથમ પુનર્વસુ નામે આયુર્વેદિક ગ્રંથો લખ્યા.
→ તેમણે આપેલા 40 જેટલા આયુર્વેદિક ગ્રંથો સર્વમિત્ર નામે સંગ્રહિત થયા છે. તેથી તેઓ આયુર્વેદ જગતમાં વૈધ પુનર્વસુ તરીકે જાણીતા થયા.
→ તેમનું પ્રથમ કાવ્ય રમકડું અને તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ વહી જતી પાછળ રમ્યઘોષા છે.
→ ગાંધીયુગીન અને અનુગાંધીયુગીન સૌંદર્યલક્ષી કવિતાથી જુદી પડતી આધુનિક મિજાજવાળી કવિતા લઈને આવેલા લાભશંકર ઠાકર અને એમના 'રે મઠ' ના કવિઓની કવિતાનો અગત્યનો ફાળો હતો.
→ તેઓ 'આકંઠ સાબરમતી' નામની નાટ્ય સંસ્થા ચલાવતા હતા.
પુરસ્કાર
→ તેમને વર્ષ 1962માં કુમાર સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો.
→ વર્ષ 1981માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવેલો, જેનો તેમણે અસ્વીકાર કર્યો અને પછીથી 1994માં સ્વીકાર્યો હતો.
→ વર્ષ 2008માં નરસિંહ મહેતા પુરસ્કારનો પણ તેમણે અસ્વીકાર કર્યો હતો.
→ તેમની કૃતિ ટોળાં અવાજ ઘોંઘાટ માટે વર્ષ 1991માં તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર, દિલ્હી પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત તેમણે વર્ષ 1981માં નર્મદ સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી વર્ષ 2002માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો.
માણસ ઇશ્વરથી ખવાઇ ગયો છે, માણસ પુસ્તકથી ખવાઈ ગયો છે. માણસ ઇચ્છાઓથી ખવાઇ ગયો છે.
શોધું છું હું, કુળ મારું ક્યાં છે ? ક્યાં છે મારું મૂળ ?
જલ ભીંજેલી, જોબનવંતી, લથબથ ધરતી, અંગઅંગથી ટપકે છે હૈં રૂપ મનોહર
મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે
0 Comments