મોહમ્મદ બિન તુઘલક (ઇ.સ. 1325 - ઇ.સ. 1351) | Muhammad bin Tughlaq (1325 AD - 1351 AD)



મોહમ્મદ બિન તુઘલક (ઇ.સ. 1325 - ઇ.સ. 1351)



→ મૂળ નામ : જૂના ખાં / જુનાખાન

→ ઉપાધિ : ઉલૂગખાં

→ પિતા : ગ્યાસૂદ્દીન






→ શાસન : ઇ.સ 1325 થી ઇ.સ. 1351

  • રાજધાની પરીવર્તન (ઇ.સ. 1327) :

  • → દિલ્હીથી (1500 કિલોમીટર) રાજધાની દેવગીરીમાં સ્થળાંતરીત કરી.

    → દેવગીરીનું નવું નામ દોલતાબાદ રાખ્યું.

    → ત્યારબાદ દોલતાબાદથી દિલ્હી ફેરવીને તેણે પોતાના તરંગપણાનો અનુભવ કરાવ્યો. તેની આ યોજના નિષ્ફળ ગઈ હતી.

    → તેની અનેક યોજનાઓ સમજવાની અને અમલ કરવાની ક્ષમતા તેના અધિકારીઓમાં નહોતી. તેની તેની સમસ્ત યોજનાઓને તરંગી યોજનાઓ કહેવામાં આવે છે.

  • મંત્રી :

  • → ખ્વાજા જહાં



    → પાંચ મોટા પગલાં:

    1. કર વૃદ્ધિ

    2. રાજધાની પરીવર્તન

    3. સાંકેતિક મુદ્રા

    4. ખોરાસન અભિયાન

    5. કરાજલ અભિયાન






    →વિદેશી યાત્રી:

    → તેના શાસનકાળમાં 1333 માં મોરક્કોનો યાત્રી ઇબ્નબતૂતા ભારત આવ્યો હતો.

    → જેને દિલ્હીનો કાઝી નિયુક્ત કરાયો હતો.

    → તેણે 1342 માં ઇબ્નબતૂતાને દુત બનાવીને ચીન મોકલાયો હતો.

    → ઇબ્નબતૂતાએ સમકાલીન ઇતિહાસ આધારિત પુસ્તક “સફરનામા” લખ્યું હતું. જે રહેલા નામે ઓળખાય છે.



  • સમકાલીન
  • → હરિહર અને બુકકાએ 1336માં દક્ષિણમાં વિજયનગરની સ્થાપના કરી હતી.






    વિશેષ



    → મોહમ્મદ તુઘલક પ્રથમ સુલતાન હતો,, જેણે યોગ્યતાને આધારે હોદ્દા આપવા શરૂ કર્યા હતા.

    → મહિલાઓને સંબંધિત બાબતોમાં રાહત આપવા તેણે સૌપ્રથમ Famine Code બનાવ્યો.

    → ઈતિહાસમાં તે વિદ્વાન મૂર્ખ તરીકે ઓળખાય છે.

    → ધાર્મિક અને ન્યાયના મામલાઓમાં ઉલેમાઓનું વર્ચસ્વ સમાપ્ત કર્યું હતું અને એક ધર્મનિરપેક્ષ રાજ્યની સ્થાપના કરી હતી.









    કૃષિ



    → તેના માટે તેણે નવો વિભાગ દીવાન-એ – અમીરકોહી ખોલ્યો હતો.

    → તેનો પ્રધાન અમીર-એ-કોહીને નિયુક્ત કર્યો હતો.

    → સોનધાર નામની ખેતીવાડીની લોન તેણે લાગુ પાડી હતી.

    → ખેડૂતોને “તક્કાવી” નામથી લોન આપવામાં આવતી હતી.


    સિક્કા



    → તેણે પોતાના સિક્કાઓ પર સુલતાન જિલ્લી ઇલાહ (સુલતાન) ઈશ્વરની છાયા છે) અંકિત કરાવ્યુ હતું.

    → ચલણ બદલવું (ઇ.સ. 1329) : મોગલ શાસક “ચગતાઈખાન” દ્વારા કાગળ ચલણની શરૂઆત કરાઇ, તે જોઈને મોહમંદ બિન તુઘલકે તાંબાના નવા સિક્કાનું ચલણ બનાવ્યું પરંતુ ટંકશાળા પર નિયંત્રણ ના રહેતા લોકોએ નકલી સિક્કા બનાવી લેતા તેથી આ ચલણ પાછું લેવું પડ્યું.


    મૃત્યુ



    → ઇ.સ. 1351 માં સિંધના થટ્ટા (રાજસ્થાન) નો વિદ્રોહ દબાવવા જતાં રસ્તામાં સુલતાન મહમ્મદ તુઘલકનું મૃત્યુ થયું હતું.







    યુદ્ધ



    ખુરાસાન પર ચડાઈ (ઇ.સ. 1329) : તેણે ઈરાન- ઈરાક પરા આક્રમણ કરવાનું નક્કી કર્યું અને સેના સંગઠિત કરી પરંતુ અંતે તેને આ નિર્ણય પડતો મૂકી દીધો જેથી તેને આ ખર્ચ રાજકોશ પર આવ્યો.

    કરાંચીલ લડાઈ : હિમાલયની કુમાઉં ટેકરીઓથી શરૂ કરી નેપાલ – ભૂતાન – તિબેટ પ્રદેશ પર જીત મેળવવામાં આવી, પરંતુ હવામાન બદલાતાં સમગ્ર તુઘલક સેનાએ પ્રદેશ છોડવો પડ્યો આથી રાજ્યવિસ્તાર પણ ના થયો અને જે યુદ્ધ ખર્ચ થયો તે રાજકોશમાં ભોગવવાઓ પડ્યો.


    મોહમ્મદ બિન તુઘલકના કાળમાં થયેલા વિદ્રોહ



    → ગુલબર્ગાની નજીક સાગરના જાગીરદાર વહાબુદ્દીન ગુર્શાસ્પનો બળવો.

    → મુલતાનના સૂબેદાર બહારમ આઇબા ઉર્ફે કિસ્લુખા (સિંધ, મૂલતાન, ઉચ્છ) વિદ્રોહ , 1327 -28 માં બંગાળનો વિદ્રોહ

    → સૌનાં અને સમાના, કડા, બીડર, અવધનો વિદ્રોહ

    → 1347માં દેવગીરીમાં બળવો અને બહમની રાજ્યનો પાયો નંખાયો

    → દક્ષિણમાં સાગરનો બળવો.


    સ્થાપત્ય



    → નિઝામુદ્દીન ઔલિયાનો મકબરો

    → મુહમ્મદ બિન તુઘલક દ્વારા નિર્મિત દિલ્હી સ્થિત નિઝામુદ્દીન ઔલિયાનો મકબરામાં સફેદ અને કાળા આરસપહાણનો એકસાથે પ્રયોગ કરાયો હતો.

    → મકબરાના ચારેય ખૂણાઓ પર ગુંબજ છે.

    → તે હુમાયુના મકબરાની નજીક આવેલો છે.

    → બારહખંભા

    → મુહમ્મદ બિન તુઘલક દ્વારા નિરામિત બારહખંભા તુઘલક શૈલીની ધર્મનિરપેક્ષ ઇમારતોમાં બારહખંભા ઇમારતનું વિશેષ સ્થાન છે.






    ગુજરાત



    → તેના સમયમાં ગુજરાતનો વિકાસ થયો અને પતનની શરૂઆત પણ થઈ હતી.

    → તેના સમયમાં ગુજરાતમાં ઠેર- ઠેર બળવા ફાટી નીકળ્યા હતા.



    મહમંદ તુઘલકના સમયમાં ગુજરાતમાં સુબા (ગવર્નર)


    સૂબો વર્ષ
    મહંમદ રશ્કુલમુલ્ક અલપખાન 1325 – 1339
    મુકબીલ તિલંગી 1339 – 1345
    નિઝામ – ઉલ - મુલ્ક 1345 – 1350
    તાધી (મલિક તુંગી) 1351



    → મહંમદ તિલંગીના શાસન દરમિયાન ઇ.સ. 1234 માં ગુજરાતમાં કાઝી જલાલના નેતૃત્વમાં અફઘાને બળવો કર્યો હતો.

    → મહંમદે તુઘલકે આ બળવાને દબાવાવા માટે અઝીઝ ખમ્માર નામના સરદારને 7000 ના સૈન્ય સાથે ગુજરાત મોકલ્યો, પરંતુ ડભોઇમાં તેની હાર થઈ હતી.

    → કાઝી જલાલે ડભોઇ, ખંભાત, ભરુચ તથા આશાવલ કબ્જે કરીને પોતાને નવાબ જાહેર કરી દીધો હતો.

    → આખરે બાળવાની વિશાળ ગંભીરતા વધી જતાં સુલતાન મહંમદ તુઘલક જાતે જ વિશાળ સેના લઈ ગુજરાત આવ્યો એન બળવાને દબાવ્યો.

    → શેખ મુઈઝુદ્દીનને પાટણનો ગવર્નર બનાવ્યો અને દિલ્હી પાછો ફર્યો હતો.

    → મલીક તુગી નામના સરદારે બળવો કરતાં તે ફરી ગુજરાત આવ્યો અને ફરી બળવાને દબાવ્યો

    → ઇ.સ. 1351 માં તેના ઉત્તરાધિકારી તરીકે ફિરોજશાહ તુઘાલક સત્તા પર આવ્યો.










    Post a Comment

    0 Comments