Ad Code

ગ્યાસુદ્દીન તુઘલક (ઇ.સ. 1320 - ઇ.સ. 1325) | Gyasuddin Tughlaq (1320 AD - 1325 AD)



ગ્યાસુદ્દીન તુઘલક (ઇ.સ. 1320 - ઇ.સ. 1325)



→ વંશ : તુઘલક વંશની સ્થાપના કરી

→ અન્ય નામ : ગાઝી મલિક

→ શાસન : ઇ.સ. 1320 થી 1325

→ ગુજરાતનાં ગવર્નર : ગ્યાસુદ્દીન તુઘલકે મલિક તાજુદ્દીનને “ઝફરખાન”નો ખીતાબ આપીને ગુજરાતનાં ગવર્નર તરીકે નિમણૂક કરી હતી.

→ મોંગલોને પરાજિત કરવાને કારણે મલિક- એ ગાઝી નામે પ્રખ્યાત થયો હતો.

→ વહીવટી સુધારા: તને બંગાળના વહીવટી દ્રષ્ટિકોણ ત્રણ ભાગલા પાડ્યા – લખનૌતી, સોનારગાંવ અને સતગાંવ

→ કૃષિક્ષેત્રે સુધારા : તેણે સિંચાઇ વ્યવસ્થા સુદઢ કરાવી હતી અને નહેરોનું નિર્માણ કરાવ્યુ.

→ અન્ય સુધારા : તેની ટપાલ વ્યવસ્થા શ્રેષ્ઠ હતી . (ડાકચોકી)

→ તેણે ન્યાયવ્યવસ્થા માં સુધારા કર્યા હતાં.

→ કૂવાઓ અને નહેરોનું નિર્માણ કરાવ્યુ.

→ સૌપ્રથમ વાર દુકાળનીતિ બનાવી.

→ મધ્યમ પંથની નીતિ : ગ્યાસુદ્દીન ઉદારતાની નીતિ અપનાવી હતી.

→ જેને બરનીએ રસ્મોનીયમ અથવા મધ્યમ પંથની નીતિ કહી હતી.






→ અલાઉદ્દીન ખલજીના સમયમાં પંજાબમાં સૂબા તરીકે મહત્વપૂર્ણ કાર્ય કર્યું.


સ્થાપત્ય



→ તેણે તુઘલકાબાદ નામે શહેરની સ્થાપના દિલ્હીમાં કરી હતી.આ નગરમાં એક છપ્પન કોટ નામનો કિલ્લો પણ છે. તેમાં પ્રવેશ માટે 52 દરવાજાનું નિર્માણ કરાયું હતું.







→ ગ્યાસૂદ્દીન તુઘલકનો મકબરો

→ આ મકબરાનું નિર્માણ ગ્યાસૂદ્દીન તુઘલકે દિલ્હીમાં કરાયું હતું.

→ આ સંપૂર્ણ ઇમારત લાલ પથ્થરોથી બનેલી છે.

→ તેમજ ગુંબજ સફેદ આરસપહાણનો છે.

→ ઉપરના ભાગમાં આમળા અને કમળનો પ્રયોગ કરાયો હતો.





→ તેણે બંગાળ વિજય કર્યો. વિજયા બાદ તેના પુત્ર મહમ્મદ તુઘલક - જુનાખાને તેનું સન્માન કરવા બનાવેલા મંચ પર પડતાં અકસ્માતે તેનું મૃત્યુ થયું. તેણે બંગાળના વહીવટી દ્રષ્ટિકોણથી ત્રણ ભાગલા - લખનૌતી, સોનારગાવ અને સાતગાવ પાડ્યા.

→ ગ્યાસુદ્દીન જ્યારે અફઘાનપુર નામના ગામે આરામ કરી રહ્યો હતો, ત્યારે લાકડાનો મહેલ તૂટી પડવાને કારણે ગ્યાસુદ્દીન તુઘલકનું મોત થયું હતું.

→ ઈતિહાસવીદ્દો તેનું મૃત્યુ અકસ્માતમાં ખપાવવાને બદલે તે જૂનાખાનનું કાવતરું હોવાનું માને છે.

→ ઇબ્નબતૂતા અરબી મુસાફર દ્વારા આરોપ લખાયેલો હતો કે આ ષડયંત્ર જૂનાખાન દ્વારા કરાયું હતું.









Post a Comment

0 Comments