Ad Code

સમ્રાટ હર્ષવર્ધન | Harshavardhana



સમ્રાટ હર્ષવર્ધન





→ જન્મ : ઈ.સ. 590

→ ઉપાધિ : તે પોતાને રાજપુત્ર કહેતો.

→ તેણે પોતાનું નામ શિલાદિત્ય રાખ્યું હતું.

→ રાજધાની : કનોજ

→ હર્ષના દરબારી કવિ : મયુર, માતંગ, દિવાકર અને જયસેન

→ તાલીમ : બાળપણથી જ તેણે શસ્ત્ર – શાસ્ત્રની તાલીમ મેળવી.

→ રાજગાદી : 16 વર્ષની ઉંમરે થાણેશ્વરનો રાજા બન્યો.

→ સિક્કા : તેમના સમયમાં કોઈ આધારભૂત સિક્કા પ્રાપ્ત થયેલા નથી.

→ સમકાલીન : ચાલુક્ય રાજવી પુલકેશી – બીજો

→ શાસનકાળ : 41 વર્ષ

→ અવસાન : ઈ.સ. 647










સમ્રાટ હર્ષની સિદ્ધિઓ





→ કનોજની ગાદી ખાલી હતી.

→ તેણે ગૌડ તરફ કૂચ કરી સાથે – સાથે પોતાની બહેનને શોધવાની કામગીરી પણ શરૂ કરી.

→ જંગલમાંથી પોતાની બહેન રાજેશ્રીને બચાવીને તે કનોજ પાછો ફર્યો.

→ રાજેશ્રીને નાનો પુત્ર હોવાને કારણે હર્ષે કનોજમાંથી જ કનોજ અને થાણેશ્વર એમ બંનેનું શાસન શરૂ કર્યું.

→ ગાદી પર આવ્યા બાદ

→ વલભીના મૈત્રકો, ગુર્જરો, દખ્ખણના ચાલુક્યો અને પૂર્વમાં મગધ અને ગૌડ રાજ્યો સાથે યુદ્ધો કર્યા.



ગૌંડ શાસક સામે યુદ્ધ





→ ગૌંડ (બંગાળ) ના રાજા શશાંક પાસેથી મોટા ભાઈ રાજ્યવર્ધનની હત્યાનો બદલો લેવા સેનાપતિ ભંડીને યુદ્ધ કરવા મોકલ્યો હતો.

માળવાનું યુદ્ધ





→ રાજા દેવગુપ્તને હરાવ્યો દેવગુપ્ત યુદ્ધમાં માર્યો ગયો.










પુલકેશી – 2જા સાથેનું યુદ્ધ





→ ઐહોલ અભિલેખમાં પુલકેશી બીજાની પ્રશસ્તિ લખાયેલ છે.

→ તેમાં પુલકેશીએ હર્ષને યુદ્ધમાં હાર આપી હતી તેવો ઉલ્લેખ કર્યો છે.

→ હર્ષે ઉત્તર ભારતમાં વિજયો મેળવ્યા હતા, પરંતુ ચાલુક્ય પુલકેશી બીજાને તે હરાવી શક્યો ન હતો.

→ હર્ષે મગધ જીતી લીધું હતું.

પંચભારત તરીકે ઓળખાતા પાંચ પ્રદેશ પર વિજય





  1. મિથિલા (બિહાર)

  2. ઉત્કલ (ઓરિસ્સા)

  3. સારસ્વત (પ્રયાગ)

  4. કાન્યકુબ્જ (કનોજ)

  5. ગૌંડ (બંગાળ)





હર્ષની વહીવટી વ્યવસ્થા





→ વહીવટી માળખું મોટેભાગે ગુપ્ત સામ્રાજ્યના વહીવટીતંત્ર જેવુ જ હતું.

→ હર્ષે દિવસના ત્રણ ભાગ પાડ્યા હતા.

→ એક ભાગમાં શાસનવ્યવસ્થાના કાર્યો અને અન્ય બે ભાગમાં ધર્મ કાર્ય કરતો.



કેન્દ્રિય વહીવટ





→ મુખ્ય અધિકારીઓ : મધુબન તામ્રપત્રમાં ઉપરીક (પ્રાંતના ગવર્નર), સેનાપતિ, દૂતક જેવા અધિકારીઓનાં ઉલ્લેખ મળે છે.

→ અધિકારીઓનો પગાર : રોકડમાં પગાર ચૂકવવાને બદલે જમીનો આપવાની નીતિ શરૂ થઈ.



પ્રાંતીય વહીવટ





→ પ્રાંતીય વહીવટમાં હર્ષે સૂબાને નિમ્યા હતા.

→ આ સૂબા ગોપ્તા તરીકે જાણીતા હતા.



ન્યાયીવ્યવસ્થા





→ ન્યાયનું કાર્ય હર્ષ પોતે સંભાળતો

→ ન્યાય કાર્યમાં સહાયક તરીકે મહાદંડ નાયક દશાપરાધિક અધિકારીને તેણે મદદ કરતા.

→ કાયદો અને વ્યવસ્થા ગુપ્તકાળની તુલનાએ ઘણાં શિથિલ હતા.









લશ્કરીવ્યવસ્થા





→ સર્વોચ્ચ અધિકારી : સરસેનાપતિ

→ લશ્કરના વિભાગ : ગજદળ, અશ્વદળ અને પાયદળ






હર્ષવર્ધનની નીતિઓ







શિક્ષણ નીતિ





→ નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ગામડાં દાનમાં આપતો.

→ હર્ષે નાલંદા વિદ્યાપીઠમાં અભ્યાસ કરતાં 10,000 થી વધારે વિદ્યાર્થીઓના નિભાવ માટે 100 ગામડાં દાનમાં આપ્યાં હતા.



ધાર્મિક નીતિ





→ હર્ષ શિવભક્ત : વાંસખેડા, નાલંદા અને સોનેપત અભિલેખોમાં

→ પછીથી તેણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો.

→ કનોજમાં એક વિશાળ સંગતિ કે સભા બોલાવી.

→ યુ –એન – શ્વાંગ આ મહાસભામાં હાજર હતા.

→ મહાયાન પંથનો તેણે પ્રચાર- પસાર કર્યો.

→ સભામાં 18 રાજાઓ અને 30000 સાધુઓએ હાજરી આપી.

→ હર્ષ દર પંચ વર્ષે પ્રયાગમાં પંચ વાર્ષિક વિતરણ – સમારંભ યોજતો.









સમ્રાટ હર્ષના વિશેષ કાર્યો







મહામોક્ષ પરિષદ





→ હર્ષ પ્રયાગમાં પાંચમા વર્ષમાં મહામોક્ષ પરિષદનું આયોજન કરાવતો હતો.

→ ભારતના ઈતિહાસમાં હર્ષને “દાનવીર” રાજા તરીકે ઓળખાવ્યો છે.



સાહિત્ય





→ હર્ષના દરબારમાં અનેક વિદ્વાનો હતા – બાણભટ્ટ, મયૂર, માતંગદિવાર

→ બાણભટ્ટ હર્ષનો દરબારી કવિ હતો, જેણે હર્ષચરિત,કાદમ્બરીની રચના કરી.

→ મયુરે સૂર્યશતકની રચના કરી.

→ હર્ષે પોતે ત્રણ નાટકો પ્રિયદર્શિકા, રત્નાવલિ અને નાગાનંદની રચના કરી.



હર્ષનું ધાર્મિક કાર્ય





→ સમ્રાટ હર્ષ શૈવધર્મી હોવાથી માહેશ્વર કહેવાતો.

→ ચીની મુસાફર યુ-એન – શ્વાંગ બૌદ્ધધર્મનો મહાયાન સંપ્રદાય પાળતો હોવાથી તેણે કનોજમાં એક સર્વધર્મ પરિષદ બોલાવી.

→ જેની 21 દિવસ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી.

→ ગંગા તટે સો ફૂટની ઊંચાઈ ધારવતા હજારો બૌદ્ધ સ્તુપો બંધાવ્યા.

→ તેણે હિન્દુ ધર્મ કરતાં બૌદ્ધ ધર્મ પ્રત્યે ઉદાર સખાવત આપીને બૌદ્ધ ધર્મને દેશવિદેશમાં વધુ વ્યાપક બનાવ્યો.

→ વિદ્વાનો હર્ષ વર્ધનને બૌદ્ધ ધર્મનો “શાહીપ્રચારક” કહે છે.

→ પ્રચલિત તમામ ધર્મોને દાન આપવા માટે રાજ્યની કુલ આવકનો ચોથો ભાગ અલગ રાખતો અને બે ભાગ ધર્મકાર્ય માટે વાપરતો.

→ આયોજિત કરેલ પ્રયાગમોક્ષ મહોત્સવ તમામ ધર્મના લોકો માટે રાખેલ જેમાં બુદ્ધ, સૂર્ય, શિવ એ ત્રણેય દેવોનું પૂજન કરાવ્યું.









હર્ષના સમકાલીન શાસક







ભાસ્કર વર્મા


→ તે કામરૂપનો શાસક હતો.

→ ભાસ્કર વર્મા, વર્મન વંશનો શાસક હતો.



પુલકેશી – 2


→ તે ચાલુક્ય વંશનો શાસક હતો.

→ તેની રાજધાની કર્ણાટકના આધુનિક બીજાપુર જિલ્લાના બદામીમાં હતી.



ગૌંડ નરેશ શશાંક


→ તેની રાજધાની કર્ણ સુવર્ણ હતી. તે કટ્ટર શૈવ શાસક હતો. તેણે બોધિવૃક્ષ કપાવી નાંખ્યું.



ધ્રુવસેન બીજો


→ તે વલ્લભી (ગુજરાત) નો શાસક હતો.

→ તેને હર્ષે પરાસ્ત કર્યો હતો, પાછળથી હર્ષે તેની પુત્રીનાં લગન તેની સાથે કરાવ્યાં હતાં.



હર્ષવર્ધનના અન્ય રાજાઓ સાથે સંબંધ





→ હર્ષના રાજદ્વારી સંબંધો

→ હર્ષે ચીન સાથે રાજદ્વારી સંબંધો બાંધ્યા.

→ તેના સમકાલીન સમ્રાટ તી – આંગે હર્ષના દરબારમાં ત્રણ દૂતમંડળો મોક્લ્યાં હતાં.

→ સામે પક્ષે પણ (ઈ.સ. 641) એક દૂતમંડળ મોકલાવ્યું.


હર્ષના આસામ સાથે સંબંધ





→ આસામ (કામરુપ)નાં અંતિમ શાસક ભાસ્કર વર્માએ હર્ષવર્ધન સાથે મૈત્રી – સંધિ કરી હતી.

→ તેની સાથે રહીને તેણે બંગાળ અને પૂર્વ ભારતમાં કેટલાંક યુદ્ધો કર્યા હતા.

→ હર્ષવર્ધનના અવસાન પછી ભાસ્કર વર્માએ સ્વતંત્ર રાજય સ્થાપ્યું. પરંતુ કનોજના શાસકોએ તેને જીતી લીધું.


હર્ષનો ગુજરાત સાથે સંબંધ





→ ગુજરાતનાં વલભીના મૈત્રકો ઘણા શક્તિશાળી હતા.

→ વલભીના રાજા ધ્રુવસેન બીજા (બાલાદિત્ય) સામે હર્ષનું યુદ્ધ થયું.

→ યુદ્ધ બાદ રાજા ધ્રુવસેન સાથે પોતાની પુત્રીનાં લગ્ન કર્યા અને વલભી સાથેની શત્રુતાનો અંત આણ્યો.

→ ચાલુક્ય રાજા પુલકેશી બીજાના સામંત તરીકે દક્ષિણ ગુજરાતનાં રાજાઓ રહેતા હતા.

→ સ્વાભાવિક રીતે જ તેમની સાથેનું યુદ્ધ ભવિષ્યમાં ચાલુક્ય સામેના યુદ્ધમાં પરિવર્તિત થવાનું હતું.



હર્ષવર્ધનનાં ઈતિહાસ જાણવાનાં સ્ત્રોત





→ સાહિત્ય સ્ત્રોત

→ મહાકવિ બાણરચિત “કાદમ્બરી” અને “હર્ષચરિત”

→ ચીની મુસાફર ફાહિયાનનું વૃત્તાંત

→ યુ –એન – શ્વાંગનાં પ્રવાસવર્ણન

→ પુરાત્ત્વિય સ્ત્રોત

→ અભિલોખો અને તામ્રપત્રોને



હર્ષવર્ધન પ્રાચીન ભારતનો છેલ્લો સમ્રાટ ગણાય છે.












Post a Comment

0 Comments