શ્વેતકણ |White Blood Corpuscles | WBC | Leucocyte



શ્વેતકણ (White Blood Corpuscles (WBC/ Leucocyte)





→ તેનું નિર્માણ અસ્થિમજ્જામાં થાય છે.

→ તેનું આયુષ્ય 13 થી 0 દિવસનું હોય છે એન મૃત્યુ રુધિરમાં જ થાય છે.

→ તેની કુલ સંખ્યા 4500 થી 11000 કણ પ્રતિ માઈક્રોલીટર હોય છે.

→ શ્વેતકણના કોષરસમાં કોઈ રંજકકણો હોતા નથી.

→ તેનો આકાર અનિયમિત છે અને તેમાં કોષકેન્દ્ર હોય છે.









→ શ્વેતકણો રોગકારક જીવો, હાનિકારક દ્રવ્યોનો નાશ કરી શરીરનું રક્ષણ કરે છે, તેઓ રુધિરકોશિકાઓની અત્યંત પાતળી દીવાલમાંથી પ્રસરીને બહાર આવી શકે છે.

→ શરીરના કોઈ પણ સ્થાને રક્ષણનું કાર્ય કરવા સક્ષમ હોય છે. તેની તેને “ફેગોસાઈટસ” (Phagocytes) અથવા ચેપરક્ષક અથવા સૈનિક પણ કહે છે.

→ લસિકાકણો (Lymphocytes) નામના શ્વેતકણો રોગપ્રતિકારક દ્રવ્યો ઉત્પન્ન કરે છે.






→ આપણાં શરીરમાં પાંચ પ્રકરના શ્વેતકણો કામ કરે છે.



  1. ન્યૂટ્રોફીલ્સ : સૌથી વધુ હોય છે. (62%) બેક્ટેરિયા એન ફૂગ સામે પ્રથમ પ્રતિસાદ આપે છે.

  2. ઈઓસીનોફિલ્સ : એલર્જી અને પરોપજીવીને પ્રતિસાદ આપે છે.

  3. બેસોફીલ્સ : શરીરના રક્ષણ માટે હિસ્ટામાઈન અને હેપરીન બનાવે છે.

  4. લીમ્ફોસાઈટ : લસિકામાં વધુ હોય છે.

  5. મોનોસાઈટસ : WBC નો સૌથી મોટો પ્રકાર. રુધિરમાં લાઈસોઝોમ જેવુ કાર્ય કરે છે.










→ વાઈરસ ઇન્ફેક્સનમાં શ્વેતકણો ઘટે છે.

→ જો AIDS થાય તો WBC નું પ્રમાણ ઘટે છે.

→ જો લ્યુકેમિયા (લોહીનું કેન્સર) થાય તો WBC નું પ્રમાણ વધે છે.




Post a Comment

0 Comments