Skeleton System | કંકાલતંત્ર



Skeleton System કંકાલતંત્ર





→ કંકાલતંત્ર શરીરને આધાર અને આકાર આપે છે તથા શરીરના નાજુક અંગોનું રક્ષણ કરે છે.

→ કંકાલતંત્ર કંકાલ પેશીનું બનેલું છે તે સંયોજક પેશી છે.

→ કંકાલતંત્ર અસ્થિ (મજબૂત હાડકા) અને કાસ્થિ – કૂર્ચા (નરમ હાડકા) નું બનેલું છે.

→ શરીરના જે અંગમાં હાડકાં હોતા નથી તેને કાસ્થિ કહે છે. દા.ત. કર્ણપલ્લવ (કાનની બહારનો ભાગ), નાકનું ટેરવું

→ શરીરના જે અંગમાં હાડકાં હોય તેને અસ્થિ કહે કહે છે. દા.ત. હાથ, પગ, માથું.

→ જન્મ સમયે બાળકોમાં લગભગ 300 હાડકાઓ હોય છે.જેમાં 213 અસ્થિ હોય છે અને બાકીના કૂર્ચા હોય છે.

→ પુખ્ત વ્યક્તિના શરીરમાં 206 હાડકાઓ હોય છે.

→ હાડકાંમાં “કોલેજન પ્રોટીન” લગભગ 33% જેટલું હોય છે.






→ હાડકાં “કેલ્શિયમ કાર્બોનેટ” (CaCO3 ) અને ફોસ્ફરસના બનેલા હોય છે.

→ ઉંમર વધવાની સાથે હાડકામાં રહેલા પ્રોટીનની માત્રા ઘટતી જાય છે. જેના લીધે હાડકાં નરમ બની જાય છે.

→ લાંબા અને મોટા હાડકા વચ્ચેથી પોલા હોય છે. જેને મજ્જાગુહા કહે છે.જેમાં એક તરલ પદાર્થ હોય છે. જેને અસ્થિમજ્જા કહે છે.






→ હાડકાની સામાન્ય વૃદ્ધિ માટે “વિટામીન D” જરૂરી છે.

→ બાળકોમાં વિટામીન D ની કમીના કારણે “રિકેટ્સ” તેમજ યુવાનોમાં “આસ્ટિયોમલેસિયા” નામનો રોગ થાય છે.

→ આસ્ટિયોમાઈલાઈટિસ હાડકામાં થતું દર્દ યુક્ત જીવાણુનું સંક્રમણ છે. જે સ્ટેફાઈલોકોક્સ નામના જીવાણુઓથી થાય છે.

→ એક હાડકુ બીજા હાડકા સાથે લીગામેંટ દ્વારા જોડાય છે અને હાડકું માંસપેશી સાથે ટેન્ડન દ્વારા જોડાયેલુ હોય છે.

→ ઘૂંટણમાં આવેલા ત્રિકોણાકાર અને નાના હાડકાને પટેલા કહે છે. જે ઘૂંટણને વાળવામાં મદદ કરે છે. આવા હાડકાને સીસ્મોઈડ હાડકું કહે છે. જે સૌથી મોટું સીસ્મોઈડ હાડકું છે.

→ એક હાડકું + બીજું હાડકું = લીગામેંટ

→ હાડકું + માંસપેશી = ટેન્ડન

→ પહેલું મણકું Atlas Vertebra કહેવાય છે. જે ખોપડીના સાંધામાં સ્થિત છે.

→ છેલ્લો મણકો અનુત્રિકાસ્થિ (Coccyx) છે.

→ છાતીના પીંજરામાં કુલ 25 હાડકાં હોય છે અને પાંસળીઓ 24 (12 જોડ). તેમાં 11 અને 12 નંબરની પાંસળી છુટ્ટી હોય છે.








→ બંને હાથ - પગમાં મળીને કુલ 120 હાડકાઓ હોયચે. એક હાથ અથવા એક પગમાં 30 હાડકા હોય છે.

→ એક હાથ અથવા એક પગમાં 30 હાડકા હોય છે.

→ હાથ અથવા પગના પંજામાં 19 હાડકા હોય છે.

→ રેડિયસ અને અલ્ના હાડકા હથેળીના ભાગમાં જોવા મળે છે.

→ કાન અને નાક કાસ્થિના બનેલા છે.

→ શરીરનું સૌથી મોટું હાડકું સાથળનું – ઉર્વસ્થિ (Femur) છે.

→ શરીરનું સૌથી નાનું હાડકું કાનમાં આવેલું પેગડું (Stapus) છે.






→ હાડકાના અભ્યાસની વિજ્ઞાન શાખાને ઓસ્ટીયોલોજી (Ostiology) કહે છે.

→ હાડકાના રોગોના ડોક્ટરને Orthopaedic કહે છે.

→ મનુષ્યનું કંકાલતંત્ર બે ભાગમાં વહેંચી શકાય છે.

  1. અક્ષીય કંકાલ (Axial Skeleton) : શરીરની મધ્યલંબ ધરીએ ગોઠવાયેલા કંકાલને અક્ષીય કંકાલ કહે છે. જેમાં ખોપરી, કરોડસ્તંભ અને પાંસળીઓનો સમાવેશ થાય છે.

  2. ઉપાંગીય કંકાલ (Appenidicular Skeleton) : ઉપાંગીય કંકાલમાં સ્કંધમેખલા (Pectoral girdle), નિતંબમેખલા (Pelvic girdle), અગ્રઉપાંગોના અસ્થિ અને પશ્વઉપાંગોના અસ્થિનો સમાવેશ થાય છે.




શરીરના ભાગ હાડકાની સંખ્યા
કરોડરજ્જૂ 33 (પુખ્ત વ્યક્તિમાં 33 માંથી 9 મણકા જોડાઈને 2 થઈ જાય છે. આમ પુખ્ત વ્યક્તિમાં મણકાની સંખ્યા 26 હોય છે.
કાનમાં 6 ( એક કાનમાં 3 : હથોડી + એરણ + પેગડું)
છાતીમાં 25 ( 12 જોડ + 1 મુખ્ય) (ઉરસ્થિ – પાંસળી જોડ)/td>
તાળવામાં એક /td>
નિતંબમેખલા 2 ( પગ + ધડને જોડતો ભાગ)
પગ માં 60 (એક પગમાં 30 )
માથામાં 22 (14 ચહેરા + 8 ખોપડી)
સ્કંધમેખલા 4 ( હાથ + ખભાને જોડતો ભાગ )
હાથમાં 60 ( એક હાથમાં 30 , 19 હાથના પંજામાં)











Post a Comment

0 Comments