→ જન્મ : 31 જુલાઈ, 1880 ના રોજ ઉત્તરપ્રદેશના લમહી (કાશી) ખાતે થયો હતો.
→ પિતાનું નામ : અજાયબરાય
→ માતાનું નામ : આનંદદેવી
→ મૃત્યુ : 8 ઓક્ટોબર, 1936ના રોજ વારાણસી ખાતે થયું હતું.
→ ઓળખ : આધુનિક હિન્દી વાર્તાના પિતામહ
→ તેમણે પ્રાથમિક શિક્ષણ ઉર્દુ અને ફારસી ભાષામાં લીધું હતું.
→ વર્ષ 1898 માં મેટ્રિક પરીક્ષા પાસ કરી તેઓએ ત્યાંની સ્થાનિક શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું હતું.
→ નોકરીની સાથે - સાથે તેઓએ ઉચ્ચ શિક્ષણ પણ લેવાનું ચાલુ રાખ્યું હતું અને વર્ષ 19919માં આર્ટ્સ (B.A.) માંથી ગ્રેજ્યુએટ થઈને શિક્ષા વિભાગમાં “ઈન્સ્પેકટર” તરીકે જોડાયા હતા.
→ અસહકાર આંદોલન દરમિયાન મહાત્મા ગાંધીના સરકારી નોકરી છોડવાના આહ્વાન પર તેમણે વર્ષ 1921 માં તેમના પાડા પરથી રાજીનામું આપ્યું હતું ત્યારબાદ લેખનના ક્ષેત્રમાં તેમણે આજીવન કામ કર્યું હતું.
→ તેઓ સૌપ્રથમ “નવાબરાય” ઉપનામથી ઉર્દુમાં લખતા હતા.
→ તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ વર્ષ 1908માં “સોજે – વતન” પ્રકાશિત થયો હતો.
→ દેશપ્રેમને લગતા આ વાર્તાસંગ્રહ પર અંગ્રેજ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો તથા આના લેખક નવાબરાય ભવિષ્યમાં ક્યારેય પણ લેખન ન કરવા ચેતવણી આપી હતી.
→ આ કારણે તેઓએ નામ બદલીને “પ્રેમચંદ” નામથી લખવાનું શરૂ કર્યું હતું. તેમનું આ પ્રેમચંદ નામ “દયાનારાયણ નિગમે” આપ્યું હતું.
→ તેમણે નવલકથા, વાર્તા, બાળ પુસ્તકો, અનુવાદ અને ભાષણપત્રો ક્ષેત્રે સાહિત્ય સર્જન કર્યું હતું.
→ વર્ષ 1918 માં તેમની સૌપ્રથમ હિન્દી નવલકથા “સેવાસદન” પ્રકાશિત થઈ હતી.
→ હિન્દી વાર્તા અને નવલકથા ક્ષેત્રમાં વર્ષ 1918 થી 1936ના સમયગાળાને “પ્રેમચંદ યુગ” કહેવામાં આવે છે.
→ તેમણે “જાગરણ” નામથી સમાચારપત્ર અને “હંસ” નામથી માસિક સાહિત્યપત્રિકાનું સંપાદન કર્યું હતું.
→ હંસના સંપાદક “પ્રેમચંદ” અને “કનેયાલાલ મુનશી” બંને હતા પરંતુ સમય જતાં વાચકો “મુનશી” અને “પ્રેમચંદ” ને એક જ સમજી બેઠા અને પ્રેમચંદએ “મુનશી પ્રેમચંદ” બની ગયા.
→ તેમણે વરદાન, પ્રતિક્ષા, નિર્મલા, ક્રુષ્ણ અને મંગલસૂત્ર (અધૂરી નવલકથા) જેવી નવલકથાઓનું સર્જન કર્યું હતું.
→ ગોદાન તથા રૂઠી રાની તેમની લોકપ્રિય નવલકથા છે.
→ તેમણે સંગ્રામ, પ્રેમકી વેદી અને કાબિલ જેવા નાટકોનું સર્જન કર્યું છે.
→ નવલકથામાં તેમના મહત્વના યોગદાન બદલ બંગાળી નવલકથાકાર શરતચંદ્ર ચટોપાધ્યાયે તેમને “નવલકથા સમ્રાટ” થી સંબોધન કર્યું હતું.
→ તેમણે હિંદી સાહિત્યજગતને 3,000થીય વધારે વાર્તાઓ આપી. તેમના કેટલાક વાર્તાસંગ્રહોમાં ‘સપ્તસરોજ’ (1917), ‘નવનિધિ’ (1918), ‘પ્રેમપૂર્ણિમા’ (1958), ‘બડે ઘર કી બેટી’, ‘લાલ ફીતા’, ‘નમક કા દારોગા’ (1921), ‘પ્રેમપચીસી’ (1926), ‘પ્રેમપ્રતિજ્ઞા’ (મરણોત્તર), ‘નારીજીવન કી કહાનિયાં’ (1937), ‘પ્રેમપીયૂષ’ (1941) વગેરે ઉલ્લેખનીય છે.
→ માનસરોવર ભાગ ૧ થી ૮ માં તેમની બધી જ વાર્તાઓ પ્રગટ થઇ છે.
→ પ્રેમચંદનું જીવનચરિત્ર તેમનં પુત્ર અમૃરાયે વર્ષ 1962માં “પ્રેમચંદ : કલમ કા સિપાહી” નામથી લખ્યું છે, જેને સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો છે.
→ ભારત સરકાર દ્વારા તેમની સ્મૃતિમાં વર્ષ 1980 માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
0 Comments
Any suggestions, Please comment Below 👇