સમાનાર્થી / શબ્દાર્થ - ભાગ - 5



પાઠ્યપુસ્તક આધારિત સમાનાર્થી / શબ્દાર્થ





  1. ગોધન – ગાય રૂપી ધન


  2. કુંડળ – કાને પહેરવાનું ઘરેણું


  3. પીતાંબર – પીળું રેશમી વસ્ત્ર


  4. પછેડી – ઓઢવાની જાડી ચાદર


  5. ચુઆ – સુગંધી તેલ


  6. શશિયર – ચંદ્ર


  7. હેમ – સોનું,કનક, સુવર્ણ


  8. હળધર – હળને ધારણ કરનાર, બલરામ


  9. ચંદન – એક જાતનું સુગંધી લાકડું, સુખડ


  10. નીરખવું – ધ્યાનથી જોવું


  11. આળ – આક્ષેપ , ઓળખ


  12. બીડીના ઠૂંઠાં – પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ


  13. ધતૂરાના ડોડવા – ધતૂરાના ઝીંડવા


  14. કરજ – દેવું


  15. તાડન – મારવું તે









  16. અસહ્ય – સહી ન શકાય તેવું


  17. સાંભરે – સ્મરણ કરે , યાદ કરે


  18. ભ્રાત – ભાઈ


  19. સાથરે (સાથરો) – ઘાસની પથારી


  20. વેદની ધૂન – વેદનું લયાનુકારી ગાન


  21. જાચવું – યાચના કરવી, માગવું


  22. ગોરાણી – ગોર મહારાજના પત્ની


  23. કાષ્ઠ – લાકડાં , બળતણ


  24. ખાંધ – ખભો


  25. વાદ – ચર્ચા








  26. ખોડ – મોટું જૂનું લાકડું, ઝાડનું થડિયું


  27. મુસળધાર – સાંબેલા જેવી ધાર, ધોધમાર વરસાદ


  28. કેર – જુલમ


  29. જૂજવા – જુદા, અલગ


  30. સોમદ્રષ્ટિ – ચંદ્ર જેવી શીતળ કૃપાદ્રષ્ટિ












Post a Comment

0 Comments