→ RBC નું નિર્માણ અસ્થિમજ્જામાં થાય છે. તેનું ભ્રૂણ અવસ્થામાં નિર્માણ યકૃત અને બરોળમાં થાય છે.
→ રુધિરમાં રક્તકણો (RBC)ની સરેરાશ સંખ્યા 50 થી 55 લાખ પ્રતિ ઘનમિલી હોય છે.
→ આયુષ્ય : 120 દિવસ
→ દરરોજ લગભગ 30 લાખ રક્તકણો મૃત્યુ પામે છે. પરંતુ તેનાથી વધારે દરરોજ નવા ઉત્પન થાય છે.
→ કોષરસમાં હિમોગ્લોબીન (Hb) નામનું લાલ રંગનું, લોહતત્વયુક્ત પ્રોટીન હોય છે. લોહતત્વને કારણે તેનો રંગ લાલ હોય છે. તેનું પ્રમાણ માનવ રકતમાં 12 થી 16 ગ્રામ પ્રતિ 100 મિલી હોય છે.
→ રક્તકણમાં કોષકેન્દ્ર અને કણાભસૂત્ર હોતા નથી. પરંતુ ઊંટ અને લામાનાં RBC માં કોષકેન્દ્ર હોય છે.
→ હિમોગ્લોબીન (Hb) ફેફ્સામાંથી ઑક્સીજન ગ્રહણ કરીને ફેફસાં સુધી પહોચાડે છે.
→ રક્તકણો બરોળમાં મૃત્યુ પામે છે માટે બરોળને RBC (રક્તકણો)નું સ્મશાનઘર કહે છે.
→ રક્તકણોનું પ્રમાણ ઓછું થઈ જાય તો એનિમિયા (પાંડુરોગ) નામનો રોગ થાય છે. આ રોગમાં શરીર ફિક્કું પડી જાય છે.
→ બરોળને માનવ શરીરનું બ્લડ બેન્ક પણ કહે છે.
→ રક્તકણો (RBC)નું પ્રમાણ હિમોસાઈટોમીટર દ્વારા માપવામાં આવે છે.
0 Comments