Ad Code

Responsive Advertisement

અશોક | Ashoka



અશોક





→ જન્મ ઈ.સ. પૂર્વે ૩૦૪

→ પિતા : બિંદુસાર

→ માતા : સુભદ્રાંગી

→ પત્ની : દેવયાની, કૌરવકી, તિષ્યરક્ષિતા, મહારાણી દેવી, અસંઘમિત્રા

→ વંશજ : મહેન્દ્ર,સંઘમિત્રા,તિવલા,કુણાલ,ચારુમતિ

→ બિંદુસાર ના મૃત્યુ બાદ તેમનો પુત્ર અશોક ઈ.સ. પૂર્વ 273માં મૌર્ય સામ્રાજ્યનો શાસક બન્યો.

→ રાજ્યાભિષેક : ઈ.સ. પૂર્વ 269




→ શિક્ષા : ઉપગુપ્ત નામના બૌદ્ધ ભિક્ષુએ અશોકને બૌદ્ધ ધર્મની દિક્ષા આપી.

→ પ્રધાનમંત્રી : રાધાગુપ્ત

→ ગુરુ : ચાણક્ય



ઉપાધિઓ





→ દેવોનો પ્રિય

→ પ્રિયદર્શી

→ અશોક (માસ્કી તથા ગુર્જરના લેખો)

→ અશોક વર્ધન (પુરાણો)




→ શાસન : 37 વર્ષ સુધી

→ મૃત્યુ : ઈ.સ. પૂર્વ 232 માં

→ અશોકે ધમ્મ (પ્રજાના નૈતિક ઉત્થાન માટે અશોકે આચારોની એક સંહિતા રજૂ કરી, જેને અભિલેખોમાં ધમ્મ કહેવાય છે.) દ્વારા બૌદ્ધ ધર્મના સિંદ્ધાંતનો પ્રચાર કર્યો.



યુદ્ધ







કલિંગનું યુદ્ધ





→ સમ્રાટ આશોકનું આ યુદ્ધ પ્રથમ અને અંતિમ હતું.

→ આ યુદ્ધ કલિંગના રાજા નંદરાજ સાથે થયું હતું.

→ આ યુદ્ધમાં અશોકનું હ્રદય પરીવર્તન થયું હતું.

→ યુદ્ધ દ્વારા રાજયવિસ્તાર નીતિનો ત્યાગ કરી યુદ્ધને બદલે ધર્મનો માર્ગ અપનાવ્યો હતો.



અશોકના સમયે ગુજરાત





→ તુષ્ફાક નામનો સામંત હતો. તેને સુદર્શન તળાવમાંથી સિંચાઇની વ્યવસ્થા કરી.








અશોકના ધાર્મિક કર્યો





→ ધર્માજ્ઞા : અશોકના શિલાલેખમાં આપેલા આદેશો અને લખાણોને ધર્માજ્ઞા કે ધર્મલિપિ કહે છે.

→ શ્રીલંકા : અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને સિલોન (શ્રીલંકા) મોકલ્યા હતા.

→ ધર્મમહાપાત્ર : રાજ્યના લોકો ધર્મ અનુસાર જીવે અને આચરણ કરે તે માટે અધિકારોની નિમણૂક કરી હતી.

→ રાજધર્મ : અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાસ તેને રાજધર્મ બનાવ્યો હતો.

→ ધર્મ પરિષદ : ઈ.સ. પૂર્વે 250 માં પાટલિપુત્રમાં ઉપગુપ્તની અધ્યક્ષતામાં બૌદ્ધ ધર્મની ત્રીજી પરિષદનું આયોજન કર્યું હતું. આ સંગતિમાં “અભિધ્ધમ પિટક” ની રચના થઈ હતી.

→ ધર્મ પ્રચાર : ચૌલ, પાંડય, કેરલ, ચીન, તિબેટ, જાપાન, શ્રીલંકા, કંબોડિયા, મલેશિયા અને અગ્નિ એશિયા દેશોમાં

→ સ્તૂપ – વિહાર : બૌદ્ધ ધર્મ ગ્રંથ મહાવંશ અનુસાર 84 હજાર જેટલા બૌદ્ધ સ્તુપો બનાવ્યા.

→ ગુફા લેખો : બરાબર નામની ડુંગરમાળામાં ત્રણ ગુફાલેખો કોતરવ્યા.







અશોકના સ્તંભલેખો





→ બ્રાહ્મી લિપિમાં લખાયેલા છ અલગ – અલગ સ્થળોએ પરથી મળી આવેલા સ્તંભલેખ નીચે મુજબના છે.

સ્તંભ વિશેષતા
પ્રયાગ સ્તંભલેખ આ પહેલો કોશામ્બિમાં સ્થિત હત. આ સ્તંભલેખને અકબરે અલાહબાદના કિલ્લામાં સ્થાપિત કર્યો.
દિલ્હી ટોપરા આ સ્તંભલેખ ફિરોઝશાહ તુઘલક દ્વારા ટોપરાથી દિલ્હી લવાયો.
દિલ્હી – મેરઠ પહેલા મેરઠ સ્થિત આ સ્તંભલેખ ફિરોઝશાહ દ્વારા દિલ્હી લવાયો હતો.
રામપુરવા આ સ્તંભલેખ ચંપારણ (બિહાર) માં સ્થાપિત છે. તેની શોધ ઈ.સ.. 1872માં કારલાયલે કરી હતી.
લૌરિયા અરેરાજ ચંપારણ (બિહાર) માં છે.
લૌરિયા નંદનગઢ ચંપારણ (બિહાર) માં આ સ્તંબ પર મોરનું ચિત્ર બનેલું છે.



વિશેષ માહિતી





→ ભારતમાં સૌપ્રથમ શિલાલેખનું ચલણ અશોકે શરૂ કર્યું હતું.

→ અશોકના શિલાલેખમાં બ્રાહ્મી, ખરોષ્ઠી, ગ્રીક અને આરમાઈ લિપીનો ઉપયોગ થયો હતો.

→ ગ્રીક અને આરમાઈ લિપિના અભિલેખ અફઘાનિસ્તાનથી મળી આવ્યા છે.

→ ખરોષ્ઠી લિપિના અભિલેખ ઉત્તર – પશ્વિમ પાકિસ્તાનથી મળી આવ્યા છે.

→ બ્રાહ્મી લિપિના અભિલેખ ભરતમાંથી મળી આવ્યા છે.

→ ખરોષ્ઠી લિપિ જમણેથી ડાબે જ્યારે બ્રાહ્મી લિપિ ડાબેથી જમણે બાજુ લખવામાં આવતી હતી.

→ અશોકના શિલાલેખની શોધ ઈ.સ. 1750 માં પાદ્રેટી ફેન્થલરે કરી હતી. તેની સંખ્યા 14 હતી.

→ અશોકના અભિલેખ વાંચવામાં સૌથી પહેલા સફળતા ઈ..સ. 1837 જેમ્સ પ્રિંસપને મળી.



→ અશોકનો 78 મો અભિલેખ સૌથી લાંબો છે.

→ અશોકનો સૌથી નાનો સ્તંભલેખ રૂમ્મિદેઈ છે, તેમાં લુમ્બિનીમાં ધમ્મં પ્રવાસ દરમિયાન અશોક દ્વારા ભૂ- મહેસૂલ દર ઘટાડવાની જાહેરાત કરાઇ હતી.




→ કોશામ્બી અભિલેખ “રાનીનો અભિલેખ” કહેવાય છે.

→ અશોકના શાર – એ - કુના ( કંદહાર) અભિલેખ ગ્રીક અને આરમાઈક ભાષાઓમાં પ્રાપ્ત થયા છે.

→ જુનાગઢ ખાતેનો અશોકનો શિલાલેખ સૌપ્રથમ જેમ્સ તોડે શોધ્યો હતો અને જેમ્સ પ્રિન્સેપએ આ શિલાલેખની ભાષા શોધી.

→ બિહારના ગયા પાસે બરાબરની ટેકરીમાં લોમેશ ઋષિની ગુફા આવેલી છે.

→ માટીની મુર્તિમાં દિદારગંજમાં આવેલ યક્ષ અને યક્ષિણીઓની મુર્તિ મહત્વની છે.




Post a Comment

0 Comments