મંદિર સ્થાપત્ય કળા નાગર શૈલી | Temple architecture Art Nagar style



મંદિર સ્થાપત્ય કળા નાગર શૈલી





→ અન્ય નામ : આર્ય શૈલી

→ વિકાસ : હિમાલયથી લઈને વિંધ્યક્ષેત્ર સુધી

→ ગુજરાતમાં નાગરશૈલીનો વિકાસ ઈ. સ. 941થી 1131ના ગાળામાં થયો હતો.

→ મંદિરોનું નિર્માણ સામાન્ય રીતે પંચાયતશૈલી જેવુ હતું. જેમાં એક “જગતી” ઉપર મધ્યમાં એક મુખ્ય મંદિર રહેતું હતું અને તેની ચારે બાજુ નાનાં મંદિરો રહેતાં હતાં.




→ મુખ્ય દેવમંદિરની સામે સભાકક્ષ અથવા મંડપનું નિર્માણ થતું.

→ નાગર શૈલીમાં બનેલાં મંદિરોમાં ગર્ભગૃહ પર એકરેખીય શિખર હોય છે.

→ શિખરનું ઊર્ધ્વાકાર મથાળું એક ક્ષિતિજ નળાકાર ચક્ર જેવુ હતું જેને “આમલક” કહે છે. જે ઉત્તર ભારતનાં મંદિરોની મુખ્ય ઓળખ છે.


→ તેના પર ગોળાકાર “કળશ” સ્થાપિત હતો.

→ ગર્ભગૃહની બહાર ગંગા અને યમુનાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવતી

→ મંદિર પરિસરમાં પાણી કે અન્ય કોઈ જળાશય જોવા મળતું નહીં.






→ મંદિરની અંદરની દીવાલો ત્રણ ક્ષિતિજ ભાગોમાં વિભાજિત કરવામાં આવતી જેને “ત્રિરથ મંદિરો” કહે છે.

→ આ ત્રણ રથોના નામ અનુક્રમે ભદ્રરથ, પ્રતિરથ અને કર્ણરથ છે.

→ ત્યારબાદ પંચરથ, સપ્તરથ અને નવરથ મંદિરનુ ક્રમશ: નિર્માણ થયું.






→ ગર્ભગૃહની ચારેયબાજુ ઢંકાયેલો પ્રદક્ષિણા પથ હતો અને મંદિર પરિસરની ચારેય બાજુ દીવાલો અને પ્રવેશદ્વારનો આભાવ હતો.

→ નાગર શૈલીના મંદિરોમાં પુરીનું જગન્નાથમંદિર, ઓડિશાનું કોર્ણાક મંદિર, ગુજરાતનું સૂર્ય મંદિર તેમજ મધ્યપ્રદેશના ખજૂરાહોના મંદિરોનો સમાવેશ થાય છે.

→ નાગરશૈલી અંતર્ગત ત્રણ ઉપશૈલીઓ : ઓડિશા શૈલી , ખજૂરાહો શૈલી અને સોલંકી શૈલી




Post a Comment

0 Comments