→ ભગવાન બુદ્ધના શરીરના વિવિધ અવશેષો – વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરેને દાબડામાં મૂકી તેના ઉપર પત્થર કે ઈંટોનું અંડાકારનું ચણતર કરવામાં આવતું તેને “સ્તૂપ” કહે છે.
→ પુષ્યમિત્ર શૃંગના શાસનકાળ દરમિયાન સ્તૂપ, વિહરો અને ચૈત્યોનું નિર્માણ થયું તેમાં ભારહુતનો અને સાંચીનો સ્તૂપ નોંધપાત્ર ગણાય છે.
→ સ્તૂપ એટલે ગોળ પાયા ઉપર અર્ધગોળાકારનું ઊંધા વાટકાના આકારનું સ્થાપત્ય.
→ હર્મિકા : સ્તૂપના અંડાકાર ભાગની ટોચને ચારે બાજુએ આવેલી રરેલિંગ (વાડ)ને “હર્મિકા કહે છે. તે સમગ્ર સ્તૂપને આવરી લે છે.
→ મેઘિ : સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને “મેઘિ” કહે છે. તેનો ઉપયોગ સ્તૂપની આસપાસ પ્રદક્ષિણાને માટે કરવામાં આવે છે.
→ પ્રદક્ષિણા પથ: મંદિર અથવા પુજાના સ્થળોની ચારે બાજુએ બનેલા સામાન્ય ઊંચાઈએ આવેલા ગોળાકાર રસ્તાને પ્રદક્ષિણા પથ કહે છે. હંમેશા પવિત્ર સ્થળ જમણી બાજુ રહે , તે રીતે એ સ્થળની પ્રદક્ષિણા કરવાં આવે છે.
→ તોરણ : તોરણ એટલે કે બે સ્તંભ ઉપર સીધા પાટડા કે કમાનના આકારે પત્થર આડા પાડી કરવામાં આવતું સુંદર સ્થાપત્ય. તોરણની અંદર થઈને શ્રદ્ધાળુ જનસમુદાય પ્રવેશ કરે છે.
0 Comments