Ad Code

ગૌતમ બુદ્ધ | Gautama Buddha








ગૌતમ બુદ્ધ



→ જન્મ : ઈ.સ. પૂર્વ 566 (NCERT, 2003), ઈ.સ. પૂર્વે 566 (GCERT, 2017)

→ જન્મસ્થળ : લુંબિની વન (કપિલવસ્તુ – વર્તમાન લુમ્મદેઈ, નેપાળ)

→ પિતા : શુદ્ધોધન (શાકયોના રાજા કપિલવસ્તુના શાશક)

→ માતા : મહામાયા દેવી

→ બાળપણનું નામ : સિદ્ધાર્થ (ગોત્ર – ગૌતમ)

→ શાક્ય નામની ક્ષત્રિય શાખાના શિરોમણિ થયા હોવાથી ‘શાક્યસિંહ’ નામે પણ ઓળખાય છે.

→ ઉછેર : ગૌતમી વિમાતા પ્રજાપતિ

→ લગ્ન : 16 વર્ષે યશોધરા (ભદ્રકૃત્યા) – કોલિય ગણરાજ્યની રાજકુમારી

→ પુત્ર : રાહુલ

→ ગૃહત્યાગની ઘટના : મહાભિનિષ્ક્રમણ (ગૌતમ બુદ્ધે કરેલા સંસારત્યાગ ઈતિહાસમાં “મહાભિનિષ્ક્રમણ” તરીકે જાણીતો છે.)

→ સારથિ : ચન્ના

→ ધ્યાનગુરુ : આલાર કાલામ

→ જ્ઞાનપ્રાપ્તિ : 35 વર્ષની વયે વૈશાખ પૂર્ણિમાના દિવસે બુદ્ધ કહેવાય.ા

→ જ્ઞાનપ્રાપ્તિ સ્થળ : ગયા (બોધગયા બિહાર) નિરંજના નદીના તટે (ઘટના સંબોધી) મહાબોધી મંદિર

→ જ્ઞાનપ્રાપ્તિ વૃક્ષ : વટ વૃક્ષની નીચે જ્ઞાનની પ્રાપ્તિ



→ પ્રથમ ઉપદેશ : સ્થળ ઋષિ પત્તન (સારનાથ) આચરણની શુદ્ધતા

→ ધર્મપ્રચારનું સ્થળ : અંગ, મગધ કાશી, મલ્લ, શાકય, વજ્જિ, કૌશલ રાજય

→ જીવનનો અંત : ઈ.સ. પૂર્વ 486 (NCERT, 2003), ઈ.સ. પૂર્વે 486 (GCERT, 2017) વય – 80 વર્ષ , દિવસ – વૈશાખ પુર્ણિમા , સ્થળ : કુશીનગર (ઉત્તરપ્રદેશ, મલગણ રાજયનું પાટનગર), કસયા ગામ મહાપરિનિર્વાણ (મૃત્યુ બાદ)

→ બુદ્ધનો મુખ્ય ઉદ્દેશ દર્શનશાસ્ત્ર નહિ, પણ ધર્મનું વિજ્ઞાન શીખવવાનો હતો.

→ વિશેષ : બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ ત્રણે વૈશાખ પૂર્ણિમાના દિવસે થયા હતા, તેથી વૈશાખ પૂર્ણિમાની બુદ્ધ પુર્ણિમા તરીકે ઉજવણી થાય છે.




Post a Comment

0 Comments