Ad Code

મેજર ધ્યાનચંદ |The Wizard of Hockey | National Sports day




મેજર ધ્યાનચંદ (The Wizard of Hockey) (National Sports day)





→ મૂળનામ : ધ્યાનસિંઘ

→ જન્મ : 29 ઓગષ્ટ, 1905

→ જન્મ સ્થળ : ઉત્તર પ્રદેશ અલાહાબાદ (હાલમાં પ્રયાગરાજ)

→ માતા: શારદા સિંહ

→ પિતા : સમેશ્વરદત્તસિંઘ (આર્મીમાં સૂબેદાર હતાં)

→ આત્મકથા : ગોલ (વર્ષ 1952)

→ મૃત્યુ : 3 ડિસેમ્બર, 1979 (દિલ્હી)


ભારતને નીચે પ્રમાણેના સુવર્ણપદક અપાવ્યા હતાં



→ વર્ષ 1928 - ઓલિમ્પિક રમતોમાં એમસ્ટર્ડમ

→ વર્ષ 1932 – લોસ એન્જલસ

→ વર્ષ 1936 – બર્લિન





અન્ય માહિતી

→ વર્ષ 1922માં દિલ્હીમાં પ્રથમ બ્રાહ્મણ રેજિમેંટમાં સિપાહી તરીકે જોડાયા હતાં.

→ તેઓ સિપાહી તરીકે પંજાબ રેજિમેંટમાં જોડાયા ત્યારે મેજર ભોલે તિવારીએ ધ્યાનચંદની ડ્રિબલ કરવાની અને ગોલ કરવાની કુશળતા પર ધ્યાન આપીએ ધ્યાનચંદને આગળ વધુ સારી રીતે રમવાની પ્રેરણા આપી.

→ તેઓના હોકીના ઉત્કૃષ્ઠ કૌશલ્યથી પ્રભાવિત થઈ તેમનં કોચ પંકજ ગુપ્તાએ સૂચવ્યું કે તેઓ “એક દિવસ ચંદ્રની જેમ પોતાનું અને દેશનું નામ રોશન કરશે”. ત્યારથી ધ્યાનસિંઘનું નામ “ધ્યાનચંદ” તરીકે વિશ્વવિખ્યાત થયું છે.

→ વર્ષ 1938માં ટેમેને “વાઈસરોયનું કમિશન” માલ્ટા તેઓ જમાદાર બન્યા હતાં અને ત્યારબાદ તેઓ સૂબેદાર, લેફ્ટનટ, કપ્તાન અને છેલ્લે મેજરના પદ પર રહ્યા હતાં.

→ વર્ષ 1948માં ટેમેન હોકીની રમતમાંથી નિવૃત્તિ લીધી.

→ તેઓ 22 વર્ષ સુધી ભારત સાથે હોકી રમ્યા હતાં અને 400 થી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા હતાં.

→ તેમણે રાષ્ટ્રીય રમતગમત સંસ્થા પટિયાલામાં ભારતીય હોકી ટીમને પ્રશિક્ષણ આપ્યું હતું.









સન્માન



→ વર્ષ 1956માં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતાં.


→ વર્ષ 1980 માં તેમની સ્મૃતિમાં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.



→ વર્ષ 2019માં મેજર ધ્યાનચંદની 114મી જન્મજયંતી નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા “ફિટ ઈન્ડિયા મુવમેંટ” શરૂ કરવામાં આવી હતી.

→ વર્ષ 2002માં કેન્દ્ર સરકારે દિલ્હીના નેશનલ સ્ટેડિયમને “મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ” નામ આપ્યું.

→ તેમના નામ પરથી રમતક્ષેત્રે “લાઈફટાઈમ એચિવમેન્ટ” ઉચ્ચતમ કક્ષાનો પુરસ્કાર આપવામાં આવે છે.

→ તેમના જન્મદિવસ29 ઓગષ્ટને સાર વર્ષે “ રાષ્ટ્રીય રમત- ગમત” તરીકે ઉજવવામાં આવે છે.

→ 29 ઓગષ્ટના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ભારતીય ખેલાડીઓને “મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ” અને “અર્જુન એવોર્ડ” તથા રમતના કોચને “દ્રોણાચાર્ય એવોર્ડ” આપવામાં આવે છે.

→ દેશમાં રમત- ગમતાં સર્વોચ્ચ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી જેનંક નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ કરવામાં આવ્યો છે.




મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર સંબંધિત પ્રશ્ન અને જવાબ



  • મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
  • → જવાબ: મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડની શરૂઆત 1991-92માં કરવામાં આવી હતી.

  • મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર ક્યારે આપવામાં આવે છે?
  • → જવાબ: 29 ઓગસ્ટ (રાષ્ટ્રીય રમત દિવસ)

  • મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારના પ્રથમ વિજેતા કોણ હતા?
  • → જવાબ: ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદ (1991-92)

  • ભારતમાં સૌથી મોટો રમત પુરસ્કાર કયો છે?
  • → જવાબ: મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર

  • મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે?
  • → જવાબ: ભારતના રાષ્ટ્રપતિ

  • મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કયા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે?
  • → જવાબ: રમતગમત અને યુવા મંત્રાલય

  • મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મેળવનાર સૌથી યુવા ખેલાડી કોણ છે?
  • → જવાબ: શૂટર અભિનવ બિન્દ્રા (2001 - 18 વર્ષની ઉંમરમાં)

  • મેજર ધ્યાનચંદ ખેલ રત્ન મેળવનાર સૌથી વૃદ્ધ ખેલાડી કોણ છે?
  • → જવાબ: દીપા મલિક (જેમ કે 2019 - 49 વર્ષની ઉંમર)

  • મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ છે?
  • → જવાબ: કર્ણમ મલ્લેશ્વરી

  • મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા પેરા-એથ્લીટ કોણ છે?
  • → જવાબ: દીપા મલિક

  • મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ પેરા-એથલીટ ખેલાડી કોણ છે?
  • → જવાબઃ દેવેન્દ્ર ઝાઝરિયા







    Post a Comment

    0 Comments