કહેવતો
- હસવું અને લોટ ફાકવો એ કેમ બને ? – એકી સાથે બે કામ ન થઈ શકે.
- બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા – પુત્રના લક્ષણ પારણામાં
- અક્કરમીનો પડિયો કાણો – કમનસીબ ગમે તેટલા પ્રયત્નો કરે,પણ સિદ્ધિ ન મળે.
- નાચવા જવું ને ઘૂંઘટો તાણવો – જરૂર હોય તો શરમ મૂકી દેવી
- દીવા પાછળ અંધારું – વડીલ તેજસ્વી અને વારસદાર નપાવટ
- જર, જમીન ને જોરુ, ત્રણે કજિયાના છોરું – ઝવેરાત, જમીન ને પત્ની માટે જગતમાં મોટાં સંઘર્ષ થાય છે.
- ગામને મોંએ ગરણું ન દેવાય – લોકજીભ ગમે તે બોલે
- ન બોલ્યમાં નવ ગુણ – બોલીને વધુ ઝગડો થાય એના કરતાં ચૂપ રહેવું હિતકર છે.
- ભાગ્યશાળીને ભૂત રળે – નસીબદાર ઓછી મહેનત કરે તો ય તેને સફળતા મળે
- માએ સવા શેર સૂંઠ ખાવી – તાકાત હોવી
0 Comments
Any suggestions, Please comment Below 👇