Ad Code

Responsive Advertisement

National Waterways of India | ભારત ના રાષ્ટ્રીય જળમાર્ગ




જળમાર્ગો



→ જળમાર્ગનો એક મોટો લાભ એ છે કે તેમાં રસ્તા, રેલમાર્ગો વગેરે જેવી મરમતની કોઈ જરૂર રહેતી નથી.

→ જળમાર્ગો પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ છે.

→ જળમાર્ગમાં અગત્યની જરૂરિયાત બંદરની સુવિધા ઉપલબ્ધ કરવાની છે.

→ જળમાર્ગને બે વિભાગમાં વેહેંચવામાં આવે છે.

  1. આંતરિક જળમાર્ગ

  2. દરિયાઈ જળમાર્ગ

આંતરિક જળમાર્ગ

→ નહેરો, નદીઓ અને સરોવરો દ્વારા દેશના તટીય કિનારે અને દેશના અંદરના ભાગો સુધી ચાલતા જળ પરિવહનને આંતરિક જળમાર્ગ કહે છે.

ભારતના આંતરિક જળમાર્ગ

→ ભારતમાં આંતરિક જળમાર્ગનો સૌથી વધુ વિકાસ ઉત્તરપ્રદેશ, પશ્વિમ બંગાળ, બિહાર અને અસમ રાજ્યોમાં જોવા મળે છે.

→ ભારતમાં લગભગ 14,477 કિલોમીટર લંબાઈના આંતરિક જળમાર્ગ આવેલા છે. એમાંથી 10,027 કિલોમીટર લાંબી નદીઓ અને 4438 કિલોમીટર લાંબી નહેરો જલમાર્ગ માટે ઉપયોગી છે.


ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગો




રાષ્ટ્રીય જળમાર્ગ – I



→ 27 ઓક્ટોબર, 1986 ના દિવસે આ રાષ્ટ્રીય જળમાર્ગની ઘોષણા કરવામાં આવી હતી.

→ ગંગા – ભાગીરથી અને હુગલી નદીમાં હલ્દિયાથી અલાહાબાદ સુધી જળવ્યવહાર થાય છે જે 1620 કિલોમીટર લંબાઈ ધરાવે છે.

→ આ જળમાર્ગ ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને પશ્વિમ બંગાળમાં આવેલ છે.


રાષ્ટ્રીય જળમાર્ગ – II



→ 1 સપ્ટેમ્બર, 1988 ના રોજ આ જળમાર્ગ ની ઘોષણા કરવામાં આવી હતી.

→ આ જળમાર્ગ બ્રહ્મપુત્ર નદીનો છે.

→ તે ઘુબુરીથી નાદિયા સુધી ઉપયોગી છે.

→ તે 891 કિલોમીટર લંબાઇ ધરાવે છે.


રાષ્ટ્રીય જળમાર્ગ – III



→ 1 ફેબ્રુઆરી, 1993 ના રોજ આ જળમાર્ગ ની ઘોષણા કરવામાં આવી હતી.

→ કેરલ રાજયમાં આવેલી ઉદ્યોગમંડલ નહેર 250 કિલોમીટર અને ચંપાકાર કેનાલ તેમજ કોટ્ટાપટ્ટ્નમ નહેર જળમાર્ગ પૂરો પાડે છે.


રાષ્ટ્રીય જળમાર્ગ – VI



→ 24 નવેમ્બર, 2008 ના રોજ આ જળમાર્ગ ની ઘોષણા કરવામાં આવી હતી.

→ ગોદાવરી અને કૃષ્ણા નદીનો 1028 કિલોમીટર લાંબો જળમાર્ગ જે કાકિનાડા અને પુડુચેરી નહેર તથા કાલુવૈલી સરોવર પર બનેલ છે.

→ * આ જળમાર્ગ અંતર્ગત ભદ્રાચલથી રાજમુંદ્રિ સુધી ગોદાવરિ નદી જળમાર્ગ (171 કિલોમીટર), વજીરાબાદથી વિજયવાડા સુધી કૃષ્ણા નદી જળમાર્ગ જે 157 કિલોમીટર લંબાઇ તથા કાકીનાડાથી પુડુચેરી સુધી નહેર જળમાર્ગ જે 767 કિલોમીટર લંબાઇ ધરાવે છે.


રાષ્ટ્રીય જળમાર્ગ – V



→ 24 નવેમ્બર, 2008 ના રોજ આ જળમાર્ગ ની ઘોષણા કરવામાં આવી હતી.

→ બ્રહ્માણી નદી (ઓડિશા) ના તાલચર – ધમારા નહેર છરબતીયા – ધમારા જળમાર્ગ 585 કિલોમીટર લંબાઈ ધરાવે છે.

→ આ અંતર્ગત તલચરથી ઘમરા વચ્ચે બ્રાહ્મણી નદીતંત્ર જળમાર્ગ, જિયાનખલીથી ચરબતીયા વચ્ચે પૂર્વી તટ જળમાર્ગ, ચરબતીયાથી ધમરા વચ્ચે મતાઈ નદી જળમાર્ગ અને મંગલગઢીથી પારાદીપ વચ્ચે મહાનદીના ડેલ્ટા નદીઓના જળમાર્ગનો સમાવેશ થાય છે.


રાષ્ટ્રીય જળમાર્ગ – VI



→ 24 ઓગષ્ટ, 2013 ના રોજ આ જળમાર્ગ ની ઘોષણા કરવામાં આવી હતી.

→ જેની કિલ લંબાઇ 121 કિલોમીટર છે. આ અંતર્ગત આસામમાં બરાક નદીના જળમાર્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે.

→ જેમાં લખીમપુરથી ભાંગા (કરીમગંજ) તથા ભાંગાથી સિલ્ચરનો જળમાર્ગ આવે છે.


Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments