Ad Code

Responsive Advertisement

ગુજરાતના મહોત્સવો | Festivals of Gujarat





ગુજરાતનાં મહોત્સવો




WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો



તાના – રીરી મહોત્સવ



→ મહેસાણા જિલ્લાના વડનગરમાં તાના-રીરી સમાધિ સ્થળે દર વર્ષે નવેમ્બર માસમાં રાજ્ય સરકાર દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

→ શરૂઆત : 2003 થી દર વર્ષે

→ આ મહોત્સવ તાના અને રીરી નામની બે બહેનોની યાદમાં ઉજવાય છે.

→ પહેલેથી જ વડનગર સંગીત, કલા, ગાયન અને નૃત્યના પ્રકાર માટે પ્રખ્યાત છે.

→ વડનગરની આસપાસના વિસ્તારો જેવા કે વિસનગર, વડનગર અને ઇડર સુધીના વિસ્તારમાં દોઢિયાં તાલની એક વિશિષ્ટતા છે અને આ વિશિષ્ટતાને સાચવી રાખનાર નાયક નામની જાતિ છે.

→ એક લોકવાયકા મુજબ નરસિંહ મહેતાની પુત્રી કુંવારબાઈની દીકરી શર્મિષ્ઠાની તાના અને રીરી બંને પુત્રીઓ હતી. તે ઋતુઓ પ્રમાણે રાગ ગાતી ત્યારે માનવજીવન પર તે રાગોની અસરની શ્રોતાગણ ને અનુભૂતિ થતી.




→ એક બીજી લોકવાયકા મુજબ તાના-રીરીનું નામ સંગીતના ઈતિહાસમાં અમર કર્યું છે. કહેવાય છે કે શહેનશાહ અકબરની શાહજાદીએ એક વાર બાદશાહ ના દરબારના મશહૂર ગાયક મિયાં તાનસેન પાસેથી દિપક રાગ સાંભળવાની હઠ કરી.

→ આ રાગ ગાવાથી ગાયકના શરીરમાં દાહ થાય છે અને તેનું શમન કુશળતાપૂર્વક મલ્હાર રાગ ગાવાથી જ થઈ શકે એમ કહીને તાનસેને દીપક રાગ ગાવાની આનાકાની કરી, પરંતુ શાહજાદી હઠાગ્રહને લીધે છેવટે તાનસેને દરબારમાં તે રાગ રજૂ કર્યો ખરો, પરંતુ તેના શરીરમાં દાહ પ્રગટ્યો.

→ મલ્હાર રાગ ગાઈ શકે તેવા કુશળ ગાયકની શોધમાં તાનસેને આગ્રાથી પ્રયાણ કર્યું અને તે ફરતાં- ફરતાં તે વડનગર પહોચ્યા.

→ તાના-રીરી એ મલ્હાર રાગ ગાઈને તાનસેનને પીડામાંથી મુક્ત કરશે એવું વચન તેમણે તાનસેનને આપ્યું.

→ નગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવના મંદિરમાં તાના –રીરીએ મલ્હાર રાગ રજૂ કર્યો.

→ તાનસેન દાહમાંથી મુક્ત થયા.

→ પ્રથમ તાના –રીરી પુરસ્કાર લતા મંગેશકરને મળ્યો હતો.






કાંકરીયા કાર્નિવાલ



→ શરૂઆત : ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2007 માં કરવામાં આવી.

→ સમય : દર વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી

→ આયોજન : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા





વસંતોત્સવ



→ રાજયના રમતગમત, યુવા અને સાંસ્ક્રુતિક વિભાગ અને સાંસ્ક્રુતિક વિભાગ અને સાંસ્ક્રુતિક ઉદેપુરના સહયોગથી ગાંધીનગરના સંસ્કૃતિકુંજમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

→ આ મહોત્સવનું આયોજન દર વર્ષે ફેબ્રુઆરી માસમાં 10 દિવસ માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

→ આ ઉત્સવમાં વિવિધ રાજયના કલાકારો તેમના રાજ્યની પરંપરાગત સંસ્કૃતિનું પ્રદર્શન રજૂ કરે છે.





ઉત્તરાર્ધ ઉત્સવ/ ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ



→ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં આયોજન કરવામાં આવે છે.

→ દર વર્ષે ઉત્તરાયણ પછી તરતજ મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

→ મોઢેરાનાં સૂર્યમંદિરના રંગમંડપમાં સોલંકીકાળમાં આવા શાસ્ત્રીય નૃત્યની પરંપરા હતી.

→ આવી સાંસ્ક્રુતિક પરંપરાને જાળવી રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા 1992 થી આ સૂર્યમંદિરના પ્રાંગણમાં બે દિવસ માટે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

→ પ્રાચીનકાળમાં નર્તકીઓ ઇષ્ટદેવને રીઝવવા માટે મંદિરોમાં નૃત્યો કરતી હતી. આ પરંપરા આગળ ધપાવવા માટે ઉત્તરાર્ધ મહોત્સવમાં જુદા જુદા પ્રકરોના નૃત્યો અભિવ્યક્તિ થાય છે.

  • ભરતનાટ્યમ
  • કથ્થક
  • ઓડીસી
  • મણિપુરી
  • કથકલી વગેરે ......





  • રણોત્સવ



    → સીર નદી અને સીર ખાડી વચ્ચે ઉત્તર – પશ્વિમે કચ્છનું રણ આવેલું છે.

    → ગુજરાત સરકાર દ્વારા કચ્છની ભાતીગળ સંસ્કૃતિને ધ્યાનમાં લઈને દર વર્ષે ડિસેમ્બર મહિનાની પૂનમના દિવસને આવરી લઈ ત્રિ – દિવસીય “કચ્છ ઉત્સવ” યોજવામાં આવે છે.

    → રણોત્સવએ કચ્છની સાંસ્ક્રુતિક વિરાસત,કચ્છનું ભાતીગળ લોકજીવન અને રણની રમણીયતાનો સુભગ સમન્વય બની રહ્યો છે.

    → રણોત્સવ દરમિયાન કચ્છના ઘોરડો ગામમાં પ્રવાસીઓ માટે ટેન્ટ અને માટીના કૂબા એટેલ કે ભૂંગાની વ્યવસ્થા કરવામાં આવે છે.

    → આ રણોત્સવનું આયોજનની શરૂઆત શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈ.સ. 2008 માં કરવામાં આવી હતી.

    → ભૂજમાં હમીરસર તળાવના કિનારે કચ્છ કાર્નિવાલનું આયોજન કરવામાં આવે છે.

    → રણોત્સવ એ હસ્તકલા ને કામગીરીનો મેળો ગણાય છે.

    → રણોત્સવ દરમિયાન ઘોરડો ગામ પાસે કચ્છની કસાબ પ્રદર્શિત કરતા હાટ મેળાનું આયોજન કરવામાં આવે છે.





    પતંગ મહોત્સવ



    → મકર રાશિમાં પ્રવેશતા સૂર્યની ગતિ ઉપર તરફ થતાં ઉજવાતો તહેવાર એટલે મકરસંક્રાતિ.

    → મકર સંક્રાતિના દિવસે ગંગા, યમુના, સરસ્વતી નદીનું એટેલે કે ત્રિવેણી સંગમે સ્નાન કરવાનું મહત્વ છે.

    → એક માન્યતા મુજબ ભારતમાં પતંગ ઉડાડવાની શરૂઆત મોગલોના આગમન સાથે થઈ હતી.

    → બીજી માન્યતા એવી પણ છે કે ઈસુના જન્મ પૂર્વે 200 વર્ષથી ઈ.સ. 500 સુધી પતંગો સિગ્નલ મોકલવાના કામમાં આવતી હતી.

    → શત્રુના કેમ્પનું અંતર જાણવા માટેનું ઉત્તમ સાધન હતું.

    → ઈ..સ 930 માં જાપાનીઓએ પતંગને “શિરોસી” નામ આપ્યું હતું.

    → ઈ.સ. 960 થી ઈ.સ. 1125 સુધીમાં ચીનમાં પતંગ ઉડાડવાની રમત પ્રસિદ્ધ બની હતી.

    → સપ્ટેમ્બર મહિનાના નવમા દિવસે જો પતંગ ઉડાડવામાં આવે તો અનિષ્ટનો નાશ થાય છે એવું માનવમાં આવતું હતું.

    → લોકો પતંગને “ચીલ” થી પણ ઓળખે છે.

    → રાજય સરકાર દ્વારા 14 મી જાન્યુઆરીની પૂર્વે દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે.






    Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
    WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
    Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો



    Post a Comment

    0 Comments