Continuous Perfect Present Tense ( ચાલુ પૂર્ણ વર્તમાનકાળ )
Continuous Perfect Present Tense ( ચાલુ પૂર્ણ વર્તમાનકાળ )
→ ભૂતકાળમાં શરૂ થયેલ ક્રિયા વર્તમાનકાળમાં ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની હોય તે દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે.
→ ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં Since અને For જેવા Prepositions નો ઉપયોગ થાય છે.
→ આગાઉ શરૂ થયેલી ક્રિયા બોલતી વખતે ચાલુ હોય તો ચાલુ પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે.
→ આગાઉ શરૂ થયેલી ક્રિયા હમણાં જ પૂરી થઈ હોય તો પણ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ જ વપરાય છે.
→ કોઈ ક્રિયા અત્યારે ચાલુ ન હોય ત્યારે પરંતુ અમુક સમય દરમિયાન સતત ચાલી છે તેમ દર્શાવવા આ કાળનો ઉપયોગ થાય
→ ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં લાંબાગાળાની ક્રિયાઓ વપરાય છે. જેમ કે wait, stay, work, sleep, read, play, teach, learn, practice
→ ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં ટૂંકાગાળાની ક્રિયાઓ વાપરી શકાય નહીં, જેમ કે ... close, finish, open, leave, arrive, die, begin, start, come, go, drink .
→ આ કાળની ક્રિયા કે કાર્ય પૂર્ણ થયા પછી તેના કરતાં તેમાં શરૂ થયેલી ક્રિયા કે કાર્ય હજુ પણ ચાલુ તે ઉપર વિશેષ ભાર મુંકવામાં આવ્યો છે.
→ સમય દર્શાવવામાં ન આવ્યો હોય છતાંપણ વિતેલા સમયમાં કોઈ ક્રિયા અત્યાર સુધી ચાલી હોય તો તે દર્શાવવા આ કાળ વપરાય છે.
વાક્ય રચના
→ હકાર વાક્ય રચના : કર્તા + have/has + been +ક્રિયાપદ + ing + કર્મ + અન્ય શબ્દો
→ નકાર વાક્ય રચના : કર્તા+ have/has + not+ been+ક્રિયાપદ+ ing + કર્મ + અન્ય શબ્દો
→ પ્રશ્નાર્થ વાક્ય રચના : have/has + કર્તા + been +ક્રિયાપદ + ing + કર્મ + ?
i.e.
- We have been practicing since Monday
- Nayan has not been studying for a long time.
- Have the actors been performing well since the film started?
- They are tried because they have been running fast.
- The light has been burning all night.
Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments