ઈ. સ. 1930 માં ગાંધીજીએ જાહેર કરેલ કે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા તે યાત્રા કાઢશે.
આ સમયે મીઠાનાં ઉત્પાદન અને વેચાણ ઉપર અંગ્રેજ સરકારના અધિકાર હતા.
મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓનું માનવું હતું કે, મીઠા પર વેરો નાખવો પાપ છે. કારણકે તે આપણા ભોજનની પાયાની જરૂરિયાત છે.
શરૂઆતનો સમય : 12 માર્ચ, 1930
ક્યારે દાંડી પહોંચ્યા ?: : 5 એપ્રિલ, 1930
શરૂઆત : અમદાવાદના સાબમતી આશ્રમ
સાથીદારો : 78
દાંડીયાત્રા નું અંતર : 370 કિલોમીટર
દાંડી યાત્રા સમયે ગવાયેલ ગીત/ ભજન
🖋️ વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
🖋️ ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે
દાંડી યાત્રા દરમિયાન ભરેલી સભાઓના કેટલાંક મહત્વનાં સ્થાન :
અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, રાસ, જંબુસર, સુરત, નવસારી જેવા નાના - મોટા ગામો -શહેરોમાં સભા ભરી.
5 મી , એપ્રિલ, 1930 ના રોજ ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા.
મીઠાના કાયદાનો ભંગ ક્યારે કર્યો ?
સમય : 6 એપ્રિલ, 1930
સવારે 6:30 કલાકે દરિયાકિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો.
ગાંધીજી એ કહ્યું : "મૈને નમક કા કાનૂન તોડ દિયા"
આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું:
🖋️ " હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઈમારતના પાયામાં લૂણો લગાડું છું."
🖋️ "હું aaa શાસનપ્રણાલીને નષ્ટ કરવાનો મતનો છું"
🖋️ " રાજદ્રોહ એ મારો ધર્મ છે."
મીઠાના અન્ય સત્યાગ્રહો :
દાંડીની સાથે મીઠાના સત્યાગ્રહો દેશના અલગ અલગ ભાગોમાં શરૂ થયા.
ગુજરાતમાં ધરાસણા ખાતે સત્યાગ્રહ કરવાની જાહેરાત ગાંધીજીએ કરી.
5 મે, 1930 ના રોજ તેમની ધરપકડ થઈ અને તેમને યરવડા જેલમાં મોકલવામાં આવ્યા.
ગાંધીજી ની ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની અબ્બાસ સાહેબ તૈયબજીએ લીધી.
અબ્બાસ સાહેબ તૈયબજીની ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની સરોજની નાયડુએ લીધી.
ધરાસણા ઉપરાંત વિરમગામ, ધોલેરા, સુરજકરાડી, વડલામાં મીઠાનો સત્યાગ્રહ થયો.
0 Comments