Talgujratani Nadi | તળગુજરાતની નદીઓ
!DOCTYPE html>
તળગુજરાતની નદીઓ
→ તળગુજરાતમાં કુલ 17 મહત્વની નદીઓ આવેલી છે.
→ આ ઉપરાંત અન્ય નાની નદીઓ અહીં વહે છે.
→ મોટા ભાગની નદીઓ ગુજરાતની બહારથી આવે છે.
→ તળગુજરાતનું નદીતંત્ર ત્રણ ભાગમાં વહેચાયું છે.
→ ઉત્તર ગુજરાતની નદીઓ
→ મધ્ય ગુજરાતની નદીઓ
→ દક્ષિણ ગુજરાતની નદીઓ
ઉત્તર ગુજરાતની નદીઓ
→ ઉત્તર ગુજરાતની અગત્યની નદીઓ : બનાસ, સરસ્વતી અને રૂપેણ
→ આ નદીઓ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.
→ બનાસ, સરસ્વતી અને રૂપેણ ઉત્તર ગુજરાતની અંતસ્થ: અથવા કુંવારીકા નદીઓ તરીકે ઓળખાય છે.
→ આ ત્રણેય નદીઓ અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળે છે.
→ ઉત્તર ગુજરાતની અન્ય નદીઓ : પુષ્પાવતી નદી, બાલારામ નદી, સીપૂ નદી
મધ્ય ગુજરાતની નદીઓ
→ મધ્ય ગુજરાતની મુખ્ય નદીઓ : મહી અને સાબરમતી
→ સાબરમતી નદી ગુજરાતની સૌથી લાંબી નદી છે.
→ મધ્ય ગુજરાતનો સાબરમતી અને મહી નદી વચ્ચેનો મેદાની પ્રદેશ ખેતીકીય અને ઔદ્યોગિક દ્રષ્ટિએ ખૂબ જ ફળદ્રુપ છે.
→ મધ્ય ગુજરાતની અન્ય નદીઓ : વિશ્વામિત્રી નદી, ઢાઢર નદી, ઓરસંગ નદી, કરાડ નદી, હડફ નદી વગેરે....
દક્ષિણ ગુજરાતની નદીઓ
→ દક્ષિણ ગુજરાતની અગત્યની નદીઓ : નર્મદા અને તાપી નદી
→ અન્ય નદીઓ : કીમ નદી, કરજણ નદી, પુર્ણા નદી, અંબિકા નદી, ઔરંગા નદી, પાર નદી, કોલક નદી, દમણ ગંગા નદી, વાંકી નદી, વેંગણિયા નદી, મીંઢોણા અનદી, રંગાવલી નદી, વાલ્મીકિ નદી, ગિરા નદી
0 Comments