→ પ્રાગ – ઐતિહાસિક યુગ એટેલે એ સમય માનવી જ્યારે વાંચવા – લખતા શીખ્યો ન હતો.
→ પ્રાગ – ઐતિહાસિક યુગ અક્ષરજ્ઞાન રહિત યુગ હતો.
→ ઐતિહાસિક યુગ એટેલે એ સમયમાં માનવીએ લિપિ અને લેખનકળાની શોધ કરી અને અક્ષરજ્ઞાન મેળવ્યું.
→ ભારતીય પ્રાગ – ઐતિહાસિક યુગ ની શોધ નો ફાળો અંગ્રેજ વિદ્વાન ડો. પ્રિમરોઝને જાય છે.
→ પ્રાગ – ઐતિહાસિક યુગના હથિયારો સૌપ્રથમ ઇ.સ. 1842 માં કર્ણાટકના રાયચૂર જિલ્લાના લીગ સુરગર નામના સ્થળેથી મળી આવ્યા હતા.
→ સમગ્ર વિશ્વમાં પ્રાગ – ઐતિહાસિક યુગ ડાયનાસોરના ઈંડા પહેલીવાર ગુજરાતનાં બાલાશિનોરથી આશરે બારેક કિલોમીટરને અંતરે આવેલા રૈયાલી (જિલ્લો : મહીસાગર) ખાતેથી મળી આવ્યા છે.
→ ગુજરાતમાંથી પ્રાગ – ઐતિહાસિક યુગના પથ્થરના બનેલા અવશેષો, ઓજારો ખોદકામ દરમિયાન મળી આવ્યા છે.
→ ગુજરાતમાં સૌપ્રથમ પ્રાગ – ઐતિહાસિક યુગના અવશેષો ઇ.સ. 1893 માં તત્કાલિન વડોદરા રાજયના વિજાપુર તાલુકામાં (હાલ જિલ્લો : મહેસાણા) સાબરમતી નદીના કિનારે આવેલા કોટ અને પેઢામલી નામના ગામેથી રોબર્ટ બ્રુસ ફૂટ નામના ભૂસ્તરશાસ્ત્રીએ શોધી કાઢ્યા હતા.
→ ઇ.સ. 1941 માં આ જ પ્રદેશમાં લાંઘણજ ખાતેથી પણ આવા ઓજારો મળી આવ્યા છે.
→ ભારતમાં માનવવિકાસને લગતા સૌપ્રથમ અવશેષો શિવાલીકની ટેકરી માંથી મળી આવ્યા, તે માનવી રામપેથિક્સ તરીકે ઓળખાતો હતો જે પ્રારંભિક હોમિનીડ પ્રકારનો માનવી હતો.
→પ્રારંભિક માનવજીવનની માહિતી મેળવવા વિદ્વાનોએ તેના ત્રણ વિભાગમાં વહેચ્યા છે:
0 Comments
Any suggestions, Please comment Below 👇