Ad Code

Paleolithic Age| પુરાતન પાષાણ યુગ | પ્રાચીન પાષાણ યુગ

પુરાતન પાષાણ યુગ /પ્રાચીન પાષાણ યુગ (Paleolithic Age) : (ઈ. પૂ. 150000 થી 50000)




→ આ યુગમાં કપિમાનવ પથ્થરનો ઉપયોગ કરતો હોવાનું માનવામાં આવે છે. આથી આ યુગને પુરાતન પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે.

→ આ યુગને માનવસંસ્કૃતિનું પ્રથમ સોપાન માનવામાં આવે છે.

→ ગુજરાતનો પ્રાચીન પાષાણ યુગનો માનવ લાંબુ મોટું માથું, ઊપસેલા ભવાં, ઊપસેલા નીચલા હોઠ અને ચીબું નાક ધરાવતો હતો. એ ભૂમધ્ય જતી અને શ્રીલંકાની વેદ્દાં જેવી જાતિઓનું મિશ્ર લક્ષણ ધારવતો હોવાનું મનાય છે.

generalknowledgedv.blogspot.com

→ આ યુગના ઓજારો સૌપ્રથમ પંજાબની સોહન નદીની ઘાટી (હાલ પાકિસ્તાન) માથી મળી આવ્યા હતા. તેથી તેને સોહન સંસ્કૃતિ પણ કહે છે.

→ ભારતમાં સૌપ્રથમ રોબર્ટ બ્રુસફૂટે પથ્થરની હાથ કુહાડી ચેન્નઈ નજીક અત્તરીમ પક્કામાથી શોધી કાઢી તેથી આ ઓજારોને હાથ – કુહાડી સંસ્કૃતિના નામે ઓળખવામાં આવે છે.

→ આ યુગના હથિયારો ક્વાર્ટઝાઈટ માંથી બનતા હતા.

→ આ યુગને “અશ્મ - યુગ”તરીકે પણ ઓળખવામાં આવે છે.



મધ્ય પુરાતન પાષાણ યુગ :




→ અગાઉની સંસ્કૃતિથી અધિક વિકસિત

→ આ યુગનો માનવી પ્રાણીઓનો શિકાર અને ભોજનનો સંગ્રહ કરતો થયો હતો.

→ આ યુગમાં ફલક હથિયારો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ થયા હોવાથી આ યુગની સંસ્કૃતિને ફલક સસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.



ઉત્તર પુરાતન પાષાણ યુગ :(ઇ.સ. 4000 થી 10000)




→ આ યુગના હથિયારો ફલક અને તીક્ષ્ણનો ઉપયોગ થતો હતો.

→ 19 મી સદીમાં વિલાસર ગામની ગુફાઓમાંથી 200 જેટલા હથિયારો મળી આવ્યા છે.

→ ભારત ના મધ્ય પ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લામાં ભીમબેટકા માંથી મળી આવેલા ગુફાચિત્રો આ યુગના છે.
→ ભીમબેટકા નર્મદાનાં ખીણપરદેશમાં આવેલું છે.



પ્રાચીન જીવમય યુગ :




→ અજીવમય યુગ પછીનો પહેલો યુગ.

→ આ યુગના “દિલ્હી વિભાગ” તરીકે ઓળખાતા સ્તર ગુજરાતમાં દાંતા, પાલનપુર અને ઇડરની આસપાસ મળી આવે છે.




Video :


Also Read:
  1. મધ્ય પાષાણ યુગ : →

  2. નૂતન પાષાણ યુગ : →

Post a Comment

0 Comments