શ્રી બાબુભાઈ પટેલ નો જન્મ ૯ ફેબ્રુઆરી, ૧૯૧૧ ના રોજ નડિયાદમાં થયો હતો.
શ્રી બાબુભાઈ પટેલ ફેબ્રુઆરી, ૧૯૩૭ માં મુંબઈ રાજ્યની ધારાસભામાં ચુંટાયા.
શ્રી બાબુભાઈ પટેલ ઈ.સ. ૧૯૪૦ અને ૧૯૪૨ માં સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કારાવાસ થયો હતો.
શ્રી બાબુભાઈ પટેલ ઈ.સ. ૧૯૪૬ માં બીજી વાર ધારાસભ્ય બની મુંબઈ રાજ્યના મુખ્યમંત્રીના સંસદીય સચિવ બન્યા.
ઈ.સ. ૧૯૫૨મા તેઓ જાહેર બાંધકામ અને વાહનવ્યવહાર ખાતાના નાયાબમંત્રી બન્યા.
ઈ.સ. ૧૯૫૬ માં આયોજન, વિકાસ અને વીજળી ખાતાના મંત્રી બન્યા.
ઈ.સ. ૧૯૭૧ માં નાણામંત્રી બન્યાં.
૧૮ જુન, ૧૯૭૫ ના રોજ ગુજરાતના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા.
ગરીબી દુર કરવા શ્રી બાબુભાઈ પટેલ એ ગુજરાત રાજ્યમાં અંત્યોદય યોજના શરૂ કરી.
૧૨ માર્ચ, ૧૯૭૬ ના રોજ શ્રી બાબુભાઈ પટેલ એ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.
૧૧ એપ્રિલ, ૧૯૭૭ના રોજ બાબુભાઈ પટેલ ગુજરાતના બીજી વાર મુખ્યમંત્રી બન્યા.
ગ્રામીણ બેંકની શરૂઆત કરવામાં આવી.
૧૨ ઓગાષ્ટ, ૧૯૭૯ના રોજ “મચ્છુ હોનારત” થઈ.
૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૦ના રોજ “મચ્છુ હોનારત” ના પગલે સર્જાયેલી વહીવટી અવ્યવસ્થાને લીધે બાબુભાઈનું મંત્રીમંડળ બરતરફ કરવામાં આવ્યું અને રાજ્યમાં ચોથી વાર રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું.