Ad Code

ઘેંટા (Sheep)

ઘેંટા
ઘેંટા (Sheep)

→ ઘેટાંને મુખ્યત્વે માંસ તથા ઊન ઉત્પાદન માટે પાળવામાં આવે છે.

→ ભારતીય ઘેટાંની જાત સુધારવા માટે ઓસ્ટ્રેલિયાથી ઉત્તમ જાતના મેરિનો ઘેટાંની આયાત કરવામાં આવી હતી.

→ હસ્સાડેલ તથા કોરિયાડેલ ભારતમાં બનાવવામાં આવેલી ઘેટાંની વર્ણસંકર જાત છે.

→ લેહી જાતનાં ઘેટાં સૌથી વધુ દૂધ આપે છે.

→ ઘેટાંની સંખ્યાની દ્રષ્ટિએ ચીન અને ઓસ્ટ્રેલિયા બાદ ભારતનું વિશ્વમાં ત્રીજું સ્થાન છે.

→ નૈલોરી, બિકાનેરી, મારવાડી, લેહી, ગુરેજ, કચ્છી, દખ્ખણી, મંડયાલ, જેસલમેરી, બેલારી વગેરે ઘેટાંની ઉત્તમ જાતો છે.

→ પંજાબ અને ઉત્તરપ્રદેશના ડુંગરાળ વિસ્તારમાં બારીક ઊન પેદા કરનારી ઘેટાંની જાતો જોવા મળે છે જ્યારે બરછટ ઊન પેદા કરનારી જાતો રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં જોવા મળે છે.

→ ગુજરાતમાં મુખ્યત્વે પાટણવાડી(ગુજરાતી ઓલાદ), મારવાડી અને ડુમ્બા વગેરે ઘેટાંની જાતો જોવા મળે છે.

→ દેશમાં ઘેટાંની કુલ સંખ્યા અંદાજે 74.26 મિલિયન છે.

→ ઘેટાંની સૌથી વધુ સંખ્યા ધરાવતા રાજ્યો અનુક્રમે તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન તથા તમિલનાડુ છે.

→ ઊન ઉત્પાદનની દ્રષ્ટિએ રાજસ્થાન સૌથી અગ્રેસર છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, કર્ણાટક તથા ગુજરાત પણ ઊન ઉત્પાદન કરતા મહત્વપૂર્ણ રાજ્યો છે.

→ ભારતીય ઘેટાંનું ઊન નીચી ગુણવત્તા ધરાવે છે.

→ કેન્દ્રીય ઘેટાં પ્રજનન સંસ્થા હરિયાણાનાં હિસાર ખાતે આવેલી છે. રાજસ્થાનના અંબિકાનગર અને સૂરતગઢમાં કેન્દ્રીય ઘેટાં અનુસંધાન સંસ્થા આવેલી છે.

→ વર્ષ 1996માં વિશ્વનું પ્રથમ કલોન સસ્તન પ્રાણી Dolly નામનું ઘેટું હતું.

→ વિદેશી ઘેટાની ઓલાદોમાં ઊન ઉત્પાદનનો રાજા ગણાતી સ્પેનનો વતની “મેરીનો ઘેટા” (ઓસ્ટ્રેલીયામાં વધુ જોવા મળે છે) ઓલાદ વિશ્વભરમાં પ્રસિધ્ધ છે.

→ ઘેટાએ અનેક જાતના નકામા ઘાસને પણ ચારા તરીકે ઉપયોગમાં લે છે. જેને લીધે ઘેટાને નિંદણનાશક તરીકે ઓળખાય છે.

→ ઘેટાના ખાતરમાં નાઈટ્રોજન અને પોટેશીયમ સારા પ્રમાણમાં મળે છે.

→ ઘેટાને ફેરવીને ચારવાથી કૃમી નામના રોગથી બચાવી શકાય છે.

→ ઘેટા ઉછેરથી ત્રણ રીતે આવક મેળવી શકાય. (1) ઊનના વેચાણથી (2)બચ્ચાના વેચાણથી (3) દુધના વેચાણથી

→ પ્રથમ વિયાળ સરેરાશ દોઢ થી અઢી વર્ષે મળે છે.

→ પ્રથમ વિયાળ બાદ ઘેટી લગભગ છ થી સાત વર્ષની ઉંમર સુધી બચ્ચા આપ્યા કરે છે. તેથી તેનું આયુષ્ય છ થી સાત વર્ષનું ગણી શકાય.


ઋતુકાળ - ગાભણકાળ

• ત્રણેય ઋતુમાં
→ માર્ચ-એપ્રિલ

→ જુન-ઓગષ્ટ

→ ઓક્ટોબર

→ ઘેટાનો ગર્ભકાળ 144 થી 155 દિવસનો એટલે કે સરેરાશ 5 માસનો હોય છે.

→ ઘેટો દોઢ વર્ષનો થયા બાદ સંવર્ધન માટે વપરાય છે.


ગુજરાતમાં મુખ્ય બે પ્રકારનાં ઘેટા જોવા મળે છે


પાટણવાડી

→ ઉચ્ચ પ્રકારની ઉન (બરછટ ઉન) પેદા કરે છે.

→ પાટણ આસપાસના વિસ્તારમાં વતન. (સરસ્વતી / બનાસ નદી)

→ ગુજરાત ઓલાદ તરીકે પણ ઓળખાય છે.

→ દર વર્ષે 0.7 થી 1.5 કિ.ગ્રા. ઉન આપે છે.


મારવાડી

→ વતન : રાજસ્થાન

→ ગાલીચા માટેની ઉન માટે જાણીતી.

→ દર વર્ષે ૧ કિ.ગ્રા. ઉન આપે.

→ લાંબા અંતરનું સ્થળાંતર કરી શકે છે.

→ આ ઉપરાંત બિકાંનેરી (રાજસ્થાન, પંજાબ), લોહી (પંજાબ) જેવી જાતો છે. જે બેલારી (મદ્રાસ)-ઘેટાં બરછટ ઉન પેદા કરનારી છે.

→ માંસ પેદા કરનારી ઓલાદોમાં દક્ષિણી (મહારાષ્ટ્ર), નેરોલ (મદ્રાસ), માંડયા અને બન્દુર મુખ્ય ઓલાદો છે.


પરદેશી ઘેટાની ઓલાદો

→ મેરીનો : ઓસ્ટ્રેલીયામાં પ્રખ્યાત, ઉન

→ રેમબુલે : બારીક ઉન માટે.

→ લીસ્ટર, લિંકન : લંબતારી ઉન માટે.

→ હેમ્પશાયર, સફોક, સાઉથ ડાઉન :- મધ્યમ ઉન માટે.

→ કોરીડેલ, કોલંબિયો, પોલવર્થ, ટર્ધી: સંકર ઓલાદ છે.

→ ઘેટાનું સંકર સંવર્ધન હાથ ધરવા માટે રશિયન "મેરિનો” ઘેટાની આયાત કરવામાં આવી છે. ઉપરાંત 'રેમબુલોટ’”ના વિદેશી વીર્યથી સંકરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.


ઘેટા સંવર્ધન ફાર્મ

→ મોરબી, હિંગોળગઢ (જસદણ), પાટણ, સિહોર (ભાવનગર), ચલાલા (અમરેલી), નલીયા (કચ્છ), નાના લાયેજા (કચ્છ), અસેડા, દાંતીવાડા (બનાસકાંઠા)

→ ગુજરાતમાં વાર્ષિક માથાદીઠ 54 ગ્રામ ઉન મળે છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments