Ad Code

બકરી (Goat)

બકરી (Goat)
બકરી (Goat)

→ બકરીની સંખ્યાની દ્રષ્ટિએ ચીન બાદ ભારત બીજું સ્થાન ધરાવે છે.

→ બકરીને ગરીબોની ગાય કહેવામાં આવે છે.

→ બકરીનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે.

→ બકરીના બચ્ચાંને લવારું કહે છે. તે 10 થી 12 માસની વયે ઋતુકાળમાં આવે છે.

→ તેના દૂધમાં આયર્ન તથા પોટેશિયમ પ્રચુર માત્રામાં મળી આવે છે.

→ ગાયના દૂધની સાપેક્ષે બકરીના દૂધમાં આયર્નની માત્રા 10 ગણી વધુ હોય છે. આ ઉપરાંત બકરીના દૂધનું પાચન થતા માત્ર 20 મિનિટ લાગે છે.

→ દૂધ ઉપરાંત માંસ, ચામડું તથા વાળ માટે પણ બકરી પાળવામાં આવે છે.

→ શિરોહી, લદ્દાખ પશ્મીના (ચાંગથંગી), ઉસ્માનાબાદી, મારવાડી, જાકરાના, કાલી બંગાલ, જમનાપારી, બૈતલ, બરબરી, હિમાલયી બકરી વગેરે બકરીઓની ઉત્તમ જાત છે.

→ અંગોરા પ્રકારની બકરીના શરીર પર થતા વાળને 'મોહેર' કહે છે.

→ ગુજરાતમાં મહેસાણી, ગોહિલવાડી, ઝાલાવાડી, કચ્છી, કાહમી અને સુરતી જેવી મુખ્ય બકરીની જાતો જોવા મળે છે.

→ ભારતમાં બકરીની કુલ સંખ્યા અંદાજે 148.88 મિલિયન છે.

→ બકરીની સૌથી વધુ સંખ્યા રાજસ્થાનમાં જોવા મળે છે ત્યારબાદ અનુક્રમે પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, બિહાર તથા મધ્યપ્રદેશ બકરીની સૌથી વધુ સંખ્યા ધરાવતાં રાજ્યો છે.

વિવિધ હેતુસર ઉપયોગમાં લેવાતી બકરીની જાતો
ક્રમ હેતુ વિવિધ જાતો
1 દૂધ ઉત્પાદન સુરતી, બારબારી, મહેસાણી, માલાબારી, ઝંખરાના
2. માંસ ઉત્પાદન માટે બંગાળી, ગંગમ, ગોહીલવાડી, કચ્છી, કનાઈઆડુ
3. દૂધ અને માંસ બંનેના ઉત્પાદન માટે અંગોરા, પાસ્વી, જમનાપરી, કાશ્મીરી, ઓસમાનાબાદી, મારવાડી, બીટલ અને સીરોહી
4. તંતુ પેદા કરનાર કાશ્મીરી, ગડ્ડી, અંગોરા, ચેગુ અને ચાંગથંગી

→ બકરીનો ગાભણ સમય 150 દિવસનો છે. બકરીનું પ્રથમ વિયાણ 15 થી 16 મહિને મળે છે. બકરા બારે માસ પ્રજનન કરે છે.

→ નર લવારાને બે થી ચાર અઠવાડીયાની વયે ખસી કરવામાં આવે છે.


બકરાની ઓલાદો

→ સામાન્ય રીતે બકરાની 15 ઓલાદો છે

→ ગુજરાતમાં પણ વિસ્તાર મુજબ બકરાની જાતો જોવા મળે છે.

→ કચ્છી : કચ્છમાં જોવા મળે છે.

→ ગોહિલવાડી : ભાવનગર, અમરેલી, પોરબંદર, જુનાગઢમાં જોવા મળે.

→ ઝાલાવાડી : સુરેન્દ્રનગર, રાજકોટમાં જોવા મળે છે.

→ મહેસાણી : પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં જોવા મળે છે.

→ સુરતી : સુરત, ભરૂચ, નવસારી, વડોદરામાં જોવા મળે છે.

→ જમનાપરી બકરા : જમના નદીનો પ્રદેશ /દુધ અને માંસ માટે.

→ સુરતી બકરા : સુરત, ભરૂચ વિસ્તાર /દુધ માટે. (શહેરી બકરા તરીકે પ્રખ્યાત) 1.3 થી 2.2 લી. દુધ દરરોજ)

→ દુધાળા : બારબારી 1.13 લીટર (વતન : મધ્ય અને પશ્ચિમ આફ્રિકા)

→ માંસાળ : બંગાળ જાતના

→ દ્વિઅર્થી : અંગોરા, કાશ્મીરી, પાસ્વી. - અજમેરી, મલબારી, સિરોહી, બીટલ, બ્લેક બેંગોલ, ગુદ્દીં, ચેગુ.

→ પરદેશી બકરાની જાતો :- સાનેન, અલ્પાઈન, અંગોરા, મુબીયન.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments