Ad Code

ઘોડા (Horse)

ઘોડા (Horse)
ઘોડા (Horse)

→ ઘોડીના બચ્ચાને વછેરી/વછેરો કહેવામાં આવે છે.

→ ઘોડાને અશ્વ, હય, તુરંગ, વાજી જેવા નામે ઓળખાય છે

→ ઘોડાને દોડવામાં તેનાં પગનો ઉપલો ભાગ મદદરૂપ નીવડે છે.

→ ઘોડાના રહેણાંકને ઘોડાર, તબેલો કે અશ્વઘર, અશ્વફાર્મ કહે છે.

→ પુખ્ત વયનો ઘોડો દિવસમાં સરેરાશ 20 થી 25 લીટર પાણી પીવે છે.

→ વછેરીઓ 30 મહિનાની વયે ઋતુમાં આવે છે.

→ વછેરીનો ઋતુકાળ સરેરાશ 2 થી 9 દિવસ સુધીનો હોય છે.

→ વછેરી દર 21 દિવસે ઋતુમાં આવે. ફરેલી વછેરી 330 થી 341 દિવસોના ગર્ભકાળ પછી બચ્ચાને જન્મ આપે છે.

→ ઘોડીને સફળ રીતે ફેરવવા ઋતુનાં 12 થી 24 કલાક ગાળામાં બે વખત ફેળવવમાં આવે છે.

→ ઘોડી બચ્ચાને જન્મ આપ્યા પછી 6 થી 9 દિવસમાં પાછી ઋતુમાં આવે છે. આ ઋતુને અંગ્રેજીમાં “ફોલ હીટ” કહે છે.

મુખ્ય બે ઓલાદો
કાઠીયાવાડી (કાઠી)

→ સૌરાષ્ટ્રનાં કાઠીયાવાડ વિસ્તાર પરથી નામ "કાઠીયાવાડી" પડયું.

→ કાઠીયાવાડ વિસ્તારમાં વધુ જોવા મળે.

→ જુનાગઢ ખાતે આ જાતના ઘોડાનું એક અશ્વ સંવર્ધન કેન્દ્ર આવેલું ઈ જેના મુખ્ય 6 પેટા કેન્દ્રો છેઃ

→ પાળિયાદ (ભાવનગર)

→ ગઢડા (બોટાદ)

→ લીમડી (સુરેન્દ્રનગર)

→ ગોંડલ (રાજકોટ)

→ નાગેશ્વરી (અમરેલી)

→ બાબરા (અમરેલી).


મારવાડી

→ રાજસ્થાનમાં જોવા મળે છે.

→ મહારાણા પ્રતાપના ઘોડાનું નામ :- ચેતક

→ સ્વામીનારાયણ ભગવાનની ઘોડીનું નામ :- માણકી

→ ઘોડાનું મુત્ર સૌથી જલદ (તેજ) હોય છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments