→ ગુજરાતી સાપ્તાહિક 'ચિત્રલેખા' ના સહસ્થાપક, પત્રકાર, નવલક્થાકાર અને પ્રકાશક વજુ કોટક
→ તેમણે રાજકોટના સામયિક 'જય સૌરાષ્ટ્ર' માં લેખો લખીને કારર્કિદીની શરૂઆત કરી હતી.
→ વર્ષ 1946માં તેઓ 'ચિત્રપટ' અને ત્યારબાદ 'છાયા' સામયિકમાં પત્રકાર તરીકે પણ જોડાયા હતા.
→ તેઓએ મુંબઇ જઇ ફિલ્મક્ષેત્રે પોતાનું નસીબ અજમાવતા હિંદી ફિલ્મ કસોટીમાં સહાયક નિર્દેશક, શતરંજ અને ગુજરાતી ફિલ્મ ગોરખધંધાંની પટકથા લખીને તેનું નિર્દેશન કાર્ય પણ કર્યું હતું.
→ તેમણે વર્ષ 1950માં ચિત્રલેખા સાપ્તાહિક અને વર્ષ 1951માં પોતાના પ્રિન્ટિંગ પ્રેસ સ્ટાર પ્રિન્ટરીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે વર્ષ 1953માં અંગ્રેજી માસિક લાઇટ અને થોડા સમયબાદ બીજ સામયિક શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ફિલ્મક્ષેત્ર આધારિત 'જી' સામયિક (1958)ની પણ શરૂઆત કરી હતી.
→ વજુભાઈ કોટકના નિધન બાદ તેમના ધર્મપત્ની મધુરીબહેન કોટકે પત્રકાર હરકિશન મહેતા સાથે મળીને 'ચિત્રલેખા' સાપ્તાહિકના તંત્રી તરીકેની બધી જવાબદારીઓ સંભાળી હતી.
→ વર્ષ 1973માં મુંબઇના એક માર્ગને ‘વજુ કોટક માર્ગ’ નામ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત એપ્રિલ, 2011માં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા ચિત્રલેખા સાપ્તાહિક પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. "
→ 'ચિત્રલેખા' તરફથી વજુ કોટક સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે.
સાહિત્ય સર્જન
→ નવલકથા : માનવતાનો મહેરામણ, ડો. રોશનલાલ, રમકડાં, વહુ ઘરની શોભા, આંસુના તોરણ, ચુંદડી અને ચોખા, જુવાન હૈયાં, આંસુની આતશબાજી, હા કે ના
→ સ્મરણલેખઃ બાળપણનાં વાનરવેડા
→ અનુવાદ : રૂપરાણી
→ હાસ્યક્ટાર સંગ્રહ : બુદ્ધિના બ્રહ્મચારી, ઘોંડુ અને પાંડુ
→ અન્ય કૃતિઓઃ પુરાણ અને વિજ્ઞાન, કાદવના થાપા, પ્રભાતનાં પુષ્પો, શહેરમાં ફરતાં ફરતાં, ગલગોટા, ચંદરવો
0 Comments