→ ગુજરાતી રંગભૂમિના કલાકાર, આત્મકથાકાર અને દિગ્દર્શક એવા જયશંકર ભોજક
રંગભૂમિ ક્ષેત્રે યોગદાન
→ તેઓ કોલકત્તામાં માત્ર 9 વર્ષની ઊંમરે પારસી નટ અને દિગ્દર્શક રતનજી થૂથીની પારસી ઉર્દૂ નાટક મંડળમાં સૌપ્રથમ વાર જોડાયા હતા અને વર્ષ 1901થી તેઓ મુંબઈમાં ગેઇટી થિયેટર્સમાં જોડાયા હતાં.
→ તેઓ વર્ષ 1948 થી 1962 સુધી અમદાવાદમાં રંગમભૂમિમાં દિગ્દર્શક રહ્યા હતા.
→ ગુજરાતની નાટયપ્રવૃત્તિને સજીવન કરવા તેમણે અથાક પ્રયાસો કર્યા હતા, તેમના પ્રયાસથી નાટય વિધામંદિર (1948) અને નટમંડળની સ્થાપના થઈ હતી.
→ તેમણે દલપતરામના નાટક મિથ્યાભિમાન વડે લોકકલા ભવાઇને પુનઃ જીવિત કરી હતી.
→ તેમણે 32 વર્ષ સુધી અનેક નાટકોમાં સ્ત્રીની ભૂમિકા ભજવી હતી. તેઓએ મેના ગુર્જરીને બાદ કરતાં બધા જ નાટકોમાં સ્ત્રીની ભૂમિકા ભજવી હતી.
→ તેઓ વર્ષ 1964માં ગુજરાતી સાહિત્ય પરિષદના કલા વિભાગના પ્રમુખ તરીકે રહ્યા હતા.
→ તેમણે બાર વર્ષની ઉંમરે સૌપથમ સૌભાગ્યસુંદરીમાં સ્ત્રીની ભૂમિકા કરી હતી, ત્યારબાદ તેમને ભોજકને બદલે સુંદરી ઉપનામ આપવામાં આવ્યું હતું.
પુરસ્કાર
→ વર્ષ 1952 : રણજિતરામ સુવર્ણચંદ્રક
→ વર્ષ 1957 : પ્રેસિડેન્ટ એવોર્ડ
→ વર્ષ 1971 : પદ્મ ભૂષણ
→ તેમની આત્મકથાનું નામ થોડાં આંસુ, થોડા ફૂલ છે.
→ વર્ષ 2002માં તેમની આત્મકથાનું દિનેશ ખન્ના દ્વારા કુછ આંસુ, કુછ ફુલ શીર્ષકનું હિન્દીમાં અનુવાદ કરવામાં આવ્યું હતું.
→ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીએ An Actor's Prepares નાટક ભારતમાં ઘણા શહેરોમાં દર્શાવ્યું છે. આ સંસ્થા દ્વારા થોડાં આંસુ, થોડાં ફુલ પુસ્તકનો હિન્દીમાં અનુવાદ પ્રગટ કરવામાં આવ્યો હતો.
→ તેમની યાદમાં અમદાવાદ એક નાટ્યગૃહને જયશંકર સુંદરી નાટ્યગૃહ નામ આપવામાં આવ્યું છે.
0 Comments