Ad Code

Vrajlal Shastri (વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી)

વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી
વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી

→ જન્મ : 26 નવેમ્બર, 1825(મલાતજ, સોજિત્રા, આણંદ)

→ પૂરું નામ : વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી

→ અવસાન : 14 નવેમ્બર, 1892


→ 19મી સદીના પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર અને ભાષા સંશોધક વ્રજલાલ શાસ્ત્રી

→ ગુજરાતી ભાષાશાસ્ત્રી, સંશોધક, અનુવાદક અને કવિ. સાઠોદરા નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મ. અવટંકે ત્રવાડી. પ્રાથમિક શિક્ષણ મલાતજમાં લીધું.

→ પ્રાકૃત વ્યાકરણ, સંસ્કૃત કાવ્ય, કાવ્યશાસ્ત્ર, દર્શનો અને વ્યાકરણનો અભ્યાસ પેટલાદ સંસ્કૃત પાઠશાળામાં કર્યો.

→ તેઓ પ્રાકૃત વ્યાકરણ અને સાહિત્યના પ્રખર વિદ્વાન બન્યા.

→ તેમણે સાહિત્યક્ષેત્રે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1858માં ચંદ્રહાસ આખ્યાનથી કરી હતી.

→ તેઓ અમદાવાદના જૈન મંદિરમાં સંસ્કૃતનું શિક્ષણ આપતાં હતા. આથી તેઓ જૈન ધર્મના પ્રભાવને કારણે પ્રાકૃત, પાલી, અપભ્રંશ, અર્ધ માગધી ભાષાથી પરિચિત થયા હતા.

→ તેઓ વર્ષ 1865માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં આસિસ્ટન્ટ સેક્રેટરી બન્યા હતા અને વર્ષ 1868માં બુદ્ધિપ્રકાશ સામાયિકના તંત્રી બન્યાં હતાં.

→ તેમણે વડોદરા વર્નાકયુલર કોલેજ ઓફ સાયન્સમાં અધ્યાપક તરીકે અને અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાં સંસ્કૃતના અધ્યપાક તરીકે સેવા આપી હતી.

→ તેમણે વર્ષ 1870માં જે.વી.એસ ટેલર સાથે મળીને ધાતુસંગ્રહ નામનો ગુજરાતી મૂળનો વ્યુત્પત્તિશાસ્ત્રીય શબ્દકોશ સંકલિત કર્યો હતો.


સાહિત્ય સર્જન

→ ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ (1866); ‘ઉત્સર્ગમાલા’ (1870); ‘ધાતુસંગ્રહ’ (1870); ‘હિતોપદેશ શબ્દાર્થ’ (1870); ‘વૈશેષિક તર્કસાર’ (1878); ‘ગુર્જર ભાષાપ્રકાશ’ (1892) અને ‘ઉક્તિસંગ્રહ’ ખાસ ઉલ્લેખનીય છે. ‘બ્રહ્મસૂત્રાર્થ પ્રકાશ’, ‘મુક્તામાળા’, ‘રસગંગા’ (1934, મરણોત્તર), ‘નાગરોત્પત્તિ’, ‘ભક્તિભાસ્કર’ તેમના પ્રકીર્ણ ગ્રંથો છે; જ્યારે તેમનું ‘યાજ્ઞવલ્ક્યચરિત’ ગુજરાતીમાં આ પ્રકારનું પ્રથમ ચરિત્ર છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments