→ તેમના પૂર્વજો મૂળ ઉત્તર ગુજરાતનાં ઔચિત્ય કુળના બ્રાહ્મણો હતાં.
→ તેઓ હિન્દી સાહિત્ય અને હિન્દી ફિલ્મ જગતના મહાન રચનાકાર હતા.
→ તેમણે સૌપ્રથમ વર્ષ 1939માં રિલીઝ થયેલ ફિલ્મ કંગનમાં ગીત લખ્યા હતા.
→ તેમણે લખેલું ગીત ચલ ચલ રે નવજવાન આઝાદીના લડવૈયા માટે એક પ્રભાતફેરી ગીત બન્યું હતું.
→ તેમનું વર્ષ 1942ના હિન્દ છોડો આંદોલન દરમિયાન વર્ષ 1943માં કિસ્મત ફિલ્મ રીલીઝ થયુ જેમાં ગાયેલુ આજ હિમાલય કી ચોટી સે ફિર હમને લલકારા હૈ, દૂર હટો એ દુનિયાવાલોં હિંદોસ્તાં હમારા હૈ ગીતે દર્શકોમાં નવી ચેતના જાગૃત કરી હતી.
→ તેમણે વર્ષ 1962ના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની યાદમાં લખેલું ગીત અય મેરે વતન કે લોગો, જરા આંખ મેં ભરલો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની સાંભળનારની આંખમાં આજે પણ પાણી આવી જાય છે, આ ગીત વર્ષ 1963માં પ્રજાસત્તાક દિને નવી દિલ્હી ખાતે આયોજીત કાર્યક્રમમાં રજૂ કરાયુ હતું.
→ કલમ આજ ઉનકી જય બોલ આ ઉદગાર કવિ પ્રદિપજીના છે.
→ કવિ પ્રદિપ દ્વારા 1500થી વધારે ગીત લખવામાં આવ્યા છે અને 83 જેટલી ફિલ્મોમાં તેમના ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તેમના જાણીતા ગીતો
દે દી હમેં આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંગ તૂને કર દિયા કમાલ.
અય મેરે વતન કે લોગો, જરા આંખ મૈં ભરલો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની.
દેખ તેરે સંસાર કી હાલત કયા હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઈન્સાન
પીંજરે કે પંખી રે
આઓ બચ્ચોં તુમ્હે દિખાયે ઝાંકી હિંદસ્તાન કી ઇસ મીટી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી.
એવોર્ડ
→ વર્ષ 1961 - સંગીત નાટક અકાદમી એવોર્ડ
→ વર્ષ 1995 - રાજીવગાંધી એવોર્ડ
→ વર્ષ 1996 - સૂર સાગર એવોર્ડ"
→ વર્ષ 1997 - દાદા સાહેબ ફાળકે એવોર્ડ
→ તેમની ફિલ્મી અને અન્ય રચનાઓની સંખ્યા 1,500થી 1,700 જેટલી છે. જે ચલચિત્રોએ તેમને લોકપ્રિયતા બક્ષી તેમાં ‘પુનર્મિલન’, ‘બંધન’, ‘અંજાન’, ‘ઝૂલા’, ‘કિસ્મત’, ‘ચલ ચલ રે નૌજવાન’, ‘મશાલ’, ‘બાપ-બેટી’, ‘કાફિલા’, ‘નાસ્તિક’, ‘જાગૃતિ’, ‘નાગમણિ’, ‘તલાક’, ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ’, ‘હર હર ગંગે’, ‘કભી ધૂપ, કભી છાંવ’, ‘અગ્નિરેખા’, ‘જય સંતોષી માં’, ‘પૈગામ’ અને ‘આંખ કા તારા’ (જે તેમનું છેલ્લું ચલચિત્ર સાબિત થયું) વિશેષ ઉલ્લેખનીય છે. આમાંનાં કેટલાંક ચલચિત્રોનાં ગીતોને તેમણે પોતાનો કંઠ પણ આપ્યો છે. તેમની ઘણી રચનાઓએ લોકોનાં દિલ જીતી લીધાં હતાં; જેમાં ‘આઓ બચ્ચો તુમ્હેં દિખાયેં ઝાંકી હિન્દુસ્તાન કી’, ‘હમ લાયે હૈ તૂફાન સે કશ્તી નિકાલ કે, ઇસ દેશ કો રખના મેરે બચ્ચો સંભાલ કે’, ‘ઇંસાફ કી ડગર પે બચ્ચોં દિખાઓ ચલકે, યે દેશ હૈ તુમ્હારા, નેતા તુમ્હીં હો કલ કે’, ‘દૂર હટો ઐ દુનિયાવાલો હિંદોસ્તાં હમારા હૈ’, ‘દે દી હમેં આઝાદી બિના ખડ્ગ બિના ઢાલ, સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ’, ‘પિંજરે કે પંછી રે તેરા દરદ ન જાને કોઈ’, ‘તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે ઝોલી’, ‘કોઈ લાખ કરે ચતુરાઈ રે; કરમ કા લેખ મિટે ના રે ભાઈ’ જેવી રચનાઓ દેશના લગભગ દરેક પરિવારમાં દાયકાઓથી ગુંજતી રહી છે.
0 Comments