Ad Code

Pranab Mukherjee (પ્રણવ મુખર્જી)

પ્રણવ મુખર્જી
પ્રણવ મુખર્જી

→ જન્મ : 11 ડિસેમ્બર, 1935 મિરાતીગામ (જિલ્લો વીરભૂમ, પશ્ચિમ બંગાળ)

→ અવસાન : 31 ઓગસ્ટ, 2020 (નવી દિલ્હી)

→ માતા: રાજલક્ષ્મી મુખર્જી

→ પિતા : કામદા કિંકર મુખર્જી

→ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતના સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી સન્માનિત

→ તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી રાજનીતિક વિજ્ઞાન અને ઇતિહાસ વિષય સાથે M.A. અને કાયદાની ડિગ્રી મેળવી હતી.


→ સુવ્રા સાથે લગ્નગ્રંથિથી જોડાઈને ‘દેશેર ડાક’ નામના બંગાળી અખબારમાં પત્રકાર તરીકે કામ કર્યું.



13મા રાષ્ટ્રપતિ
→ તેઓ વર્ષ 2012 થી 2017 ભારતના 13મા રાષ્ટ્રપતિનું પદ શોભવ્યું હતું.

→ તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ 2016માં 101મો બંધારણીય સુધારો કરી અનુચ્છેદ- 246 (A)માં GST ઉમેરવામાં આવ્યું અને 1 જુલાઇ, 2017ના રોજ સમગ્ર દેશમાં GST લાગુ કરવામાં આવ્યું હતું.




→ તેઓ વર્ષ 1982 થી 1984 અને વર્ષ 2009 થી 2012 દરમિયાન એમ બે વખત નાણામંત્રી રહ્યા હતા તથા તેમણે વર્ષ 1980 થી 1985 સુધી રાજ્યસભામાં કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ સંભાળ્યું હતું.

→ તેઓ વર્ષ 1969, 1975, 1981, 1993 અને 1999માં રાજ્યસભાના સભ્ય રહ્યા હતા.

→ તેમણે વર્ષ 1986માં પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ નામની પાર્ટીની સ્થાપના કરી હતી.

→ તેમણે પી.વી. નરસિંહરાવ સરકારમાં ભારતીય આયોજન પંચના ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી હતી.

→ તેઓ વર્ષ 2004માં પશ્ચિમ બંગાળના જંગીપુરથી લોકસભાની ચૂંટણી જીત્યા અને વર્ષ 2012 સુધી તેઓ લોક્સભાના અધ્યક્ષ તરીકે સૌથી લાંબા સમય માટે કાર્યરત રહ્યા હતા.

→ તેઓ વર્ષ 2004માં મનમોહન સિંઘ સરકારમાં સંરક્ષણ પ્રધાન રહ્યા હતા.

→ તેઓ નિખિલ ભારત બંગ સાહિત્ય પરિષદના પ્રમુખ પણ બન્યાં હતાં.

→ તેઓ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF), વિશ્વ બેંક, એશિયાઇ બેંક તથા આફ્રિકી વિકાસ બેંકના વહીવટી બોર્ડના સભ્ય રહ્યા હતા.


પુસ્તકો


→ તેમણે ડ્રામેટિક ડિકેડ : ધી ઇન્દિરા ગાંધી યર્સ, ધ કોલિશન યર્સ, ધ ટ્રિબ્યુલન્ટ યર્સ : 1980-1996, ચેલેન્જિસ બિફોર ધ નેશન

→ તેમની આત્મકથા ઓટોબાયોગ્રાફી ઓફ પ્રણવ મુખર્જી પુસ્તકો લખ્યા છે.


પુરસ્કાર


→ વર્ષ 1997 : શ્રેષ્ઠ સંસદીય પુરસ્કાર

→ વર્ષ 2008 : પદ્મવિભૂષણ

→ વર્ષ 2019 : ભારતરત્ન

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments