Ad Code

સિતારવાદક : પંડિત રવિશંકર | Ravi Shankar

સિતારવાદક : પંડિત રવિશંકર
ગસિતારવાદક : પંડિત રવિશંકર

→ જન્મ : 7 એપ્રિલ, 1920 બનારસ (ઉત્તર પ્રદેશ)

→ અવસાન : 11 ડિસેમ્બર, 2012 (સાન ડિયાગો, કેલિફોર્નિયા, યુ.એસ.)

→ મૂળ નામ રવીન્દ્રશંકર

→ ભારતીય શાસ્ત્રીય વાધ સિતારને વિશ્વ સ્તરે સ્વીકૃતિ અને સન્માનજનક સ્થાન અપાવનાર અને દેશવિદેશના સંગીતપ્રેમીઓને સિતારની ઓળખ આપનાર પંડિત રવિશંકર

→ મૂળ બંગાળી બ્રાહ્મણ પરિવારના રવિશંકરનું કુટુંબ વર્ષોથી બનારસમાં સ્થાયી હતું જો કે તેમનો પરિવાર હાલ બાંગ્લાદેશમાં આવેલા મૂળ પૂર્વબંગાળના નરૈલમાં વસવાટ કરતો હતો.

→ તેમના પિતા શ્યામશંકર બેરિસ્ટર અને તેમના મોટાભાઇ ઉદયશંકર એક સારા નૃત્યકાર હતા. તેમની સાથે રવિશંકરે નૃત્યના અનેક કાર્યક્રમો કર્યા હતા.

→ તેમણે નૃત્ય પછી સિતારવાદનનું શિક્ષણ તેમના ગુરુ બાબા અલાઉદ્દીનખાં પાસેથી લીધુ હતું. ભારતના સિતારવાદકોમાં એમનું સ્થાન ટોચ પર છે.

→ ભારતીય સંગીતની નખશિખ શુદ્ધતા જાળવીને તેમજ પ્રમાણિકતા ટકાવી રાખીને પશ્ચિમના સંગીતમાં આવો પ્રયોગ કરનારા કદાચ તેઓ પ્રથમ હતા.

→ વિશ્વની સંગીતની દુનિયામાં ભારતીય સંગીતને મહત્વનું નામ અપાવવાનું કામ રવિશંકરે એમના સાળા ઉસ્તાદ અલી અકબરખાં સાથે મળીને કર્યુ હતું. વર્ષ 1949 થી 1955 સુધી આકાશવાણીના સંગીત નિર્દેશક પણ રહ્યા હતા.

→ 1945માં રવિશંકરે ‘અમર ભારત’ જેવા કથાનૃત્યની સંગીતરચના કરી.

→ તેમણે 1947માં ઇન્ડિયન નૅશનલ થિયેટરના નેજા હેઠળ ‘ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા’ તથા ‘સામાન્ય ક્ષતિ’ જેવી નૃત્યનાટિકાઓના સંગીતનું નિર્દેશન કર્યું.

→ વર્ષ 1956માં તેમના યુરોપ અને અમેરિકાના પ્રવાસમાં તેમણે જગપ્રસિદ્ધ વાયોલિનવાદક યહુદી મેન્યુહીન અને બીટલ્સના ગિટારવાદક જ્યોર્જ હેરિસન સાથે મળી ભારતીય શાસ્ત્રીય સંગીત અને પશ્ચિમી પોપ સંગીતના સુમેળનો શ્રોતાઓને પરિચય કરાવ્યો હતો.

→ તેમણે વર્ષ 1967માં લોસ એન્જેલસ ખાતે કયુનારા સ્કૂલ ઓફ મ્યુઝિકની સ્થાપના કરી હતી.

→ રવિશંકર તેમના સિતારવાદનની પૂર્ણાહુતિ મોટેભાગે હળવી શાસ્ત્રીય ઠુમરીથી કરતા.

→ તેમણે વર્ષ 1961માં ઋષિકેશ મુખર્જીની ફિલ્મ અનુરાધા, ગુલઝારની મીરાં, સત્યજિત રેની ફિલ્મ અપુર સંસાર અને કટાક્ષ ફિલ્મ પરાશપથરમાં સંગીત આપ્યું હતું.

→ ગોદાન ફિલ્મનું ઓ... સાજના, બરબા બહાર આઈ અને અપરાજિતામાં આપેલું તેમનું સંગીત પણ એટલું જ યશસ્વી છે.

→ હોરીખેલત નંદલાલ, બિરજમેં હોલી ખેલત નંદલાલ ગીત આજે પણ ઘણા પ્રખ્યાત છે.

→ તેમણે મેરા જીવન મેરા સંગીત નામથી પોતાની આત્મકથા પણ લખી હતી.

→ તેઓ વર્ષ 1986 થી 1992 સુધી રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતાં.


પુરસ્કાર

→ સંગીત નાટક અકાદમી એવોર્ડ (1962)

→ પદ્મભૂષણ (1967)

→ પદ્મવિભૂષણ (1981)

→ ભારત રત્ન (1999)

→ મેગ્સેસેએવોર્ડ (1992)

→ 4 વાર ગ્રેમી ઍવોર્ડ


→ રવિશંકરે બે બંગાળી ચલચિત્રો ‘કાબુલીવાલા’ અને ‘પથેર પાંચાલી’; ત્રણ હિંદી ચલચિત્રો ‘અનુરાધા’, ‘ગોદાન’ અને સર રિચર્ડ એટનબરો દ્વારા નિર્દેશિત ‘ગાંધી’ તથા બે અંગ્રેજી ચલચિત્રો ‘ધ ચૅરિટેબલ’ અને ‘ધ ફ્લૂટ ઍન્ડ ધી ઍરો’નું સંગીત-નિર્દેશન કર્યું હતું. ‘ગાંધી’ ચલચિત્રના સંગીત માટે ઑસ્કર પારિતોષિક માટે તેમના નામનો પ્રસ્તાવ રજૂ થયો હતો.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments