→ ઉમાશંકર જોશીએ તેમને ગુજરાતી સાહિત્યના અનસ્ત ધૂમકેતુ અને સ્નેહરશ્મિએ ટૂંકીવાર્તાના આધુનિક સ્વરૂપના સર્જક કહ્યાં છે.
→ તેમણે લેખનકાર્યની શરૂઆત ધૂમકેતુ ઉપનામથી કુમારપાળ અને સિદ્ધરાજ જયસિંહ નવલકથા દ્વારા કરી હતી.
→ તેમણે મૌર્યયુગ, ગુપ્તયુગ અને ગુજરાતના સોલંકી વંશના શાસકોને ધ્યાનમાં રાખીને નવલકથા લખી છે.
→ ધૂમકેતુએ ટૂંકીવાર્તાને તણખો કહ્યો છે. તેમના તણખો - 1 વાર્તાસંગ્રહે તેમને ખૂબ ખ્યાતિ અપાવી હતી.
→ તેમણે રવીન્દ્રનાથની ગીતાંજલી નો ભાવાનુવાદ કર્યો હતો.
→ તેમણે ગોંડલની એક પોસ્ટ ઓફિસ પરથી લખેલી પોસ્ટ ઓફિસ અમરકૃતિ કે જેમાં પુત્રીના પત્રની પ્રતીક્ષામાં દરરોજ સવારે પોસ્ટ ઓફિસે બેસતા અલીડોસાના વાત્સલ્યનું સુંદર રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે.
→ તેમને વર્ષ 1935માં રણજિતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર એનાયત થયો હતો, જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો આ ઉપરાંત તેમને વર્ષ 1953માં નર્મદ સુવર્ણચંદ્રક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
→ તેઓ વર્ષ 1957-58 દરમિયાન દિલ્હી સાહિત્ય અકાદમીમાં ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડના સભ્ય પણ રહ્યાં હતાં.
→ નવલિકા, નવલકથા, નિબંધ, ચરિત્ર, નાટક-એમ વિવિધ સાહિત્યસ્વરૂપોમાં તેમણે કરેલા ખેડાણથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયું છે.
→ તેમની વાર્તા 'પોસ્ટઑફિસ’ના 'ધ લેટર' અનુવાદને વિશ્વકક્ષાના ઉત્તમ વાર્તાઓના સંપાદનમાં સ્થાન મળ્યું છે.
→ ‘તણખામંડળ ભાગ-1 થી 4', 'અવશેષ', 'પ્રદીપ', 'ત્રિભેટો’, 'આકાશદીપ’ જેવા ચોવીસ વાર્તાસંગ્રહોમાં ચારસો જેટલી નવલિકાઓ તેમણે આપી છે. ભાવનાશીલ પાત્રોનું નિર્માણ, કાવ્યમય વર્ણનો અને મનોહર ગદ્યશૈલીને લીધે એમની વાર્તાઓ આકર્ષક બની છે.
→ 'ચૌલાદેવી’, 'આમ્રપાલી', 'વૈશાલી' તેમજ 'ધ્રુવદેવી' એમની ઐતિહાસિક નવલકથાઓ છે.
→ 'પૃથ્વીશ’, 'રાજમુગટ’, 'પરાજય’ અને ‘જીવનનાં ખંડેર’ જેવી સામાજિક નવલકથાઓ તેમણે આપી છે.
0 Comments