ખલીલ ધનતેજવી
ખલીલ ધનતેજવી
→ પૂરું નામ : ખલીલ ઈસ્માઈલ મકરાણી
→ જન્મ : 12 ડિસેમ્બર, 1938 (ધનતેજ ગામ-સાવલી, વડોદરા)
→ નિધન : 4 એપ્રિલ, 2021(વડોદરા)
"વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી !"
→ જેવી પ્રસિદ્ધ ગઝલો આપી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કરનાર ગુજરાતી સાહિત્ય અને ઉર્દૂના ગઝલકાર ખલીલ ધનતેજવી
→ તેમના ગામના નામ ધનતેજ પરથી તેમની અટક ધનતેજવી રાખી હતી.
→ તેમણે સાહિત્ય સર્જનની શરૂઆત વાર્તાથી કરી હતી.
→ તેમણે ખાપરો ઝવેરી, ડો. રેખા, ચુંદડી ચોખા, મન માનતું નથી જેવી ગુજરાતી કથા,પટકથા અને ફિલ્મોમાં દિગ્દર્શક તરીકે ભૂમિકા ભજવી હતી.
→ તેઓ ગુજરાત સમાચારની રવિવારની રવિપૂર્તિમાં ખુલ્લાં બારણે ટકોરા તેમજ બુધવારની શતદલપૂર્તિમાં ત્રિકોણનો ચોથો ખૂણો નામથી કટાર લેખો લખતા હતાં.
પુરસ્કાર
→ વર્ષ 2004 : કવિ કલાપી પુરસ્કાર
→ વર્ષ 2013 : વલી ગુજરાતી ગઝલ એવોર્ડ
→ વર્ષ 2019 : નરસિંહ મહેતા પુરસ્કાર (મોરારી બાપુના હસ્તે પ્રાપ્ત થયો હતો)
→ વર્ષ 2022 : પદ્મ શ્રી પુરસ્કાર (ભારત સરકાર દ્વારા - મરણોપરાંત)
→ શ્રેષ્ઠ લેખક-દિગ્દર્શક(છૂટાછેડા ફિલ્મ માટે - ગુજરાત સરકાર દ્વારા)
સાહિત્ય સર્જન
→ ગઝલ સંગ્રહ : સાદગી (પ્રથમ ગઝલ સંગ્રહ), સારાંશ, શાયદ (હિન્દી, ઉર્દૂ), સરોવર, સૂર્યમુખી, સાયબા, સાંવરિયો, સગપણ, સોપાન, સારંગી
→ નવલકથા : ડો. રેખા, કોરી કોરી ભીનાશ, ભરચક એકાંત, સુંવાળો ડંખ, લીલોછમ તડકો, મુકામ પોસ્ટ, ઝાકળ, એક મુઠ્ઠી હવા, સાંજ પડેને સૂનું લાગે, સન્નાટાની ચીસ, મીણની આંગળીએ સૂરજ ઊગ્યો, લોહી ભીની રાત
→ નાટક : લીલા પાંદડે પાનખર, પારકી તોય પાડોશણ, નગરવધૂ, સાવ અધુરા લોક
પંકિતઓ
હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહીં આવું
તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે ,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે
અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.
વાર તહેવારે જિદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે.
મનમાં ભિતર હોળી સળગે. ચહેરા પર દિવાળી છે.
સ્થિર જળ સાથે અટકચાળા ન કર,
કાંકરા નાખીને કૂંડાળા ન કર
ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું.
ફરક શું પડશે કોઈના હોવા ન હોવાથી
હું ય જીવ્યો છુ ન સમજો ફકત જીવ્યો છું,
શ્વાસની અડચણો વેડફીને સખત જીવ્યો છુ,
આપ તો આખું જીવન સતત જીવી ગયા.
હું એક જિંદગી દસ-બાર વખત જીવ્યો છું.
ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું ?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું?
આપ અમારી જોડે રહેજો- ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો જો બીજું શું?
VIARA
0 Comments