Ad Code

કલ્યાણજી મહેતા | Kalyanji Mehta

કલ્યાણજી મહેતા
કલ્યાણજી મહેતા

→ જન્મ : 7 નવેમ્બર, 1890 વાંઝ (ચોર્યાસી,સુરત)

→ પૂરું નામ : કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા

→ અવસાન : 11 જુલાઇ, 1973 (સુરત)


→ સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સેવી અને ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ

→ તેઓ 1 મે, 1960ના રોજ સ્થપાયેલ ગુજરાત રાજ્યની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ હતા.

→ તેઓ વર્ષ 1907માં ભારતીય રાષ્ટ્રીય કોગ્રેંસના સુરત ખાતેના અધિવેશનથી આઝાદીની લડતમાં જોડાવા પ્રેરાયા હતા.

→ તેઓ વર્ષ 1916ના હોમરૂલ આંદોલનથી આઝાદીની લડતમાં વધુ સક્રિય થયા હતા.

→ તેમણે 1918માં ફાટી નીકળેલા ઇન્ફ્લુએન્ઝાના વાવરમાં, 1927 અને 1942નાં પૂર (રેલ) વખતે, 1959–60ના અને 1968ના તાપી નદીના પૂર તથા 1966ના દુષ્કાળ દરમિયાન ગુજરાતમાં રાહતની કામગીરીમાં મહત્વની સેવા આપી.

→ તેમણે ગુજરાતમાં થયેલા અનેક સત્યાગ્રહો અને આંદોલનોમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

→ આઝાદીની ચળવળમાં ભાગ લેવા અને નવયુગ સામયિકમાં ક્રાંતિકારી લેખો લખવા બદલ તેમને અનેક વખત જેલની સજા પણ થઇ હતી.

→ તેમણે મીઠા સત્યાગ્રહ વખતે બારડોલી સ્વરાજ આશ્રમમાંથી બહેનોની ટુકડી તૈયાર કરીને સ્ત્રી સ્વરાજ આશ્રમની સ્થાપના કરી હતી.

→ તેમણે દાંડીકૂચ (1930)માં ભાગ લઇ સુરતથી નવસારીના દાંડી સુધી ગાંધીજીની સાથે રહી તેમની સમગ્ર ટુકડીની સેવા કરી હતી.

→ તેમણે વર્ષ 1908માં અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાં પ્રવેશ મેળવી વર્ષ 1910માં કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી ત્યારબાદ સુરતની સાર્વજનિક હાઇસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા હતા.

→ તેમણે વર્ષ 1911માં સુરતમાં પાટીદાર વિધાર્થી આશ્રમની સ્થાપના કરી અને તેના ગૃહપતિ બન્યા હતા. આ આશ્રમ સુરત જિલ્લામાં રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું હતું.

→ તેઓ વર્ષ 1937માં મુંબઈ વિધાનસભામાં ચોર્યાસી ક્ષેત્રમાંથી ચૂંટાયા હતા તેઓ દ્વિભાષી મુંબઈ રાજ્યની વિધાનસભાના છેલ્લા અધ્યક્ષ હતા અને વર્ષ 1947માં તેઓ મુંબઈ રાજ્યના સમાજ શિક્ષણ સમિતિના મંત્રી બન્યા હતા.

→ તેમણે વર્ષ 1953માં સમગ્ર ભારત અને ગુજરાતની પ્રથમ આશ્રમશાળા સરદાર પટેલ અને મીઠુબાઈ પીટીટ (માઈજી)ના સહયોગથી ભરૂચના નેત્રંગ નજીક ચાસવડ (વર્તમાનમાં કસ્તુરબા સેવાશ્રમ સંચાલિત)માં શરૂ કરી હતી. આથી કલ્યાણજીને આશ્રમશાળાના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે.

→ મીઠુબાઈ પીટીટે મરોલી ખાતે કસ્તુરબા સેવાશ્રમની સ્થાપના કરી હતી. જેના પ્રથમ પ્રમુખ સરદાર પટેલ રહ્યા હતા. ત્યારબાદ મરોલી, કેવડી અને આંબાવાડી ખાતે આશ્રમશાળાઓની શરૂઆત થઇ હતી.

→ તેમને વર્ષ 1967માં પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

→ તેમણે દાંડીકૂચ નામનું ચિત્રાત્મક પુસ્તક અને રાષ્ટ્રવાદી કવિતાઓની રચના કરી છે.

→ તેમની પ્રખ્યાત કાવ્યપંક્તિ : જગતના આસુરી શસ્ત્રો થસે જુઠા પડી હેઠા, છુટયા જ્યાં સત્યના બાણો અમારા રામના છોડયાં

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments