Ad Code

સંત જલારામ બાપા | Jalaram Bapa

સંત જલારામ બાપા
સંત જલારામ બાપા

→ જન્મ : કારતક સુદ સાતમ, ઇ.સ. 1799 (વીરપુર, રાજકોટ)

→ પિતા : પ્રધાન ઠક્કર

→ માતા: રાજબાઇ

→ પત્ની : વીરબાઈ

→ ગુરુ : ભોજા ભગત (ભોજલરામ)

→ અવસાન : 23 ફેબ્રુઆરી, 1881 (વીરપુર, રાજકોટ)


→ વીરપુરના સંત જલારામ બાપાનો જન્મ લોહાણા પરિવારમાં થયો હતો.

→ બાળપણથી જ સાધુ-સંતોની સેવામાં લાગેલા જલારામનું મન ભણવામાં લાગતું ન હતું તેથી તેમના પિતાએ તેમને શાળાએથી ઉઠાડીને નાની દુકાનમાં બેસાડ્યા હતાં. પરંતુ તેઓ માત્ર 17 વર્ષની ઉંમરે જાત્રાએ જવા નીકળી પડયા હતા. લગભગ 2 વર્ષ પછી તેઓ વિરપુર પાછા ફર્યા હતાં.

→ તેમણે ભોજા ભગત (ભોજલરામ)ને પોતાના ગુરુ બનાવ્યા હતા.

→ ભોજા ભગતે તેમને રામ મંત્રની દીક્ષા આપી હતી.

→ જીવનપર્યંત તેમણે રામ નામના મંત્રના જાપ કર્યા હતાં.

→ સંત જલારામે 20 વર્ષની ઉંમરે વિરપુર ખાતે સદાવ્રતની શરૂઆત કરી હતી અને આ સદાવ્રતથી તેમણે વિરપુરનું નામ દેશ વિદેશમાં પ્રસિદ્ધ કર્યું છે. અહીં કોઈ પણ જાતની દાન-દક્ષિણ સ્વીકારવામાં આવતી નથી. 'જે દે ટુકડો, એને ભગવાન ઢુકડો' તેમણે આપેલું અમર વાક્ય છે.

→ હાલમાં દેશ અને વિદેશોમાં લાખો લોકો જલારામ બાપાના ભક્તો છે. ગુજરાતમાં ભાગ્યે જ કોઇ એવું ગામ કે શહેર હશે જયાં જલારામ બાપાનું મંદિર ના હોય કે સદાવ્રત ચાલતું ના હોય!

→ જલારામ જયંતિ નિમિત્તે જલારામ બાપાના દર્શન માટે ભકતોનો ઘસારો થાય છે અને વિરપુરમાં મોટો મેળો ભરાય છે.

→ જલારામના ભક્તો કે ભક્ત સમૂહો ખીચડી અને બુંદી-ગાંઠીયા પ્રસાદ સ્વરૂપે લોકોને જમાડે છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments