→ જન્મ : જન્મ 8 નવેમ્બર, 1920 (રાજકોટ, કોટડા-સાંગાણી)
→ પિતા : પ્રેમશંકર
→ માતા : મણીબેન
→ પૂરું નામ : પુરુષોત્તમ પ્રેમશંકર પંડયા
→ પત્ની : જયાબેન
→ પુત્ર: પિયુષ પંડયા
→ અવસાન : 12 ફેબ્રુઆરી, 1960 (રાજકોટ)
→ જાણીતા પુરાતત્ત્વવિદ અને સૌરાષ્ટ્રની પ્રાચીનત્તમ સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરનાર
→ તેમણે પ્રાથમિક શિક્ષણ કોટડા-સાંગાણીમાં મેળવ્યું હતું.
→ તેમને ભો. જે. વિધાભવન, અમદાવાદમાંથી એમ.એ.નો અભ્યાસ કર્યો હતો.
→ તેમણે મહાત્મા ગાંધીજીથી પ્રેરાઇને કોલેજનો અભ્યાસ છોડીને વર્ષ 1942 માં હિન્દ છોડો ચળવળમાં ભાગ લીધો હતો.
→ તેમણે ગાંધીજીની સલાહથી મલાડમાં (મુંબઇ) શરૂ થયેલ અહિંસક વ્યાયામ સંઘ શિબિરમાં તાલીમ લીધી હતી.
→ તેઓ વર્ષ 1950 માં જામનગર મ્યુઝિયમમાં ક્યુરેટર તરીકે જોડાયા હતા.
→ તેમને વિશ્વ પ્રસિદ્ધ ડો. એચ. ડી. સાંકળિયા, ડો. બી. સુબ્બારાવ, એમ. એન. દેશપાંડે, ડો. દીક્ષીત વગેરે પાસેથી પુરાતત્ત્વવિદ વિશેની તાલીમ લીધી હતી.
→ તેમણે સૌરાષ્ટ્રના લાખા બાવળ, આમરા, સોમનાથ, રોઝડી, પીઠડીયા, આટકોટ, મોટી ધરાઈ વગેરે જેવા અનેક ગામોમાં પગપાળા યાત્રા કરી હડપ્પા અને અન્ય પ્રાચીનત્તમ સંસ્કૃતિના ઘણા સ્થળો અને અવશેષો શોધ્યા હતા.
→ તેમના દ્વારા ઘણા મહત્વપૂર્ણ સંશોધનો કરાયા હતા. જેવા કે મધ્યકાલીન પાષાણ યુગના સ્થળોમાં આદિ માનવની હયાતિ, હડપ્પન સંસ્કૃતિના 65 ટીંબાઓ, 1500 વર્ષ પ્રાચીન ક્ષત્રપકાળની 110 વસાહતો, મૈત્રક યુગના મંદિરો, હડપ્પન સંસ્કૃતિનું પ્રાચીન નગર રોઝડી, ખંભાલિડા ગામ (રાજકોટ)માં 1800 વર્ષ પ્રાચીન બૌદ્ધ ગુફાઓનો સમૂહ વગેરેની શોધ કરી હતી.
→ રાજકોટમાં તેમની પત્નીની યાદમાં જયાબેન ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. જે સમાજ સેવાના કાર્યો કરે છે.
→ પી. પી. પંડ્યાના જીવન અને કાર્ય વિશે તેમના પુત્ર અને જાણીતા લેખક પીયૂષ પંડયા "જ્યોતિ' દ્વારા મધ્યાહે સૂર્યાસ્ત અને પુરાતત્વમાં સૌરાષ્ટ્ર નામના પુસ્તકો લખવામાં આવ્યા છે.
0 Comments