→ વિશ્વના નિરાધાર અને નિરાશ્રિત બાળકો તથા માતાઓના કલ્યાણ અને તેમના વિકાસનું આયોજન કરવાનો છે. આ ઉપરાંત બાળકોને તેમના મૂળભૂત અધિકારો મળી રહે, કુપોષણ દૂર થાય તેમજ સંસ્થાના હાલના કાર્યક્રમ પ્રમાણે બાળાઓને યોગ્ય શિક્ષણ મળી રહે તે દિશામાં વિવિધ કાર્યક્રમ દ્વારા જનજાગૃતિ લાવવાનો છે.
→ બીજા વિશ્વયુદ્ધમાં નાશ પામેલા રાષ્ટ્રોના બાળકોને પોષણ અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે 11 ડિસેમ્બર, 1946ના રોજ યુનિસેફની સ્થાપના કરવામાં આવી હતી.
→ યુનિસેફને વિશ્વમાં બાળકોના કલ્યાણ અને વિકાસના હેતુથી વર્ષ 1965માં શાંતિક્ષેત્રનો નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
→ યુનિસેફ (UNICEF) નું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ છે.
→ તેનુ મુખ્ય મથક ન્યૂયોર્ક ખાતે સ્થિત છે.
→ યુનિસેફ એ સંયુક્તરાષ્ટ્ર (UN)ની સંલગ્ન સંસ્થા છે.
→ વર્ષ 1953માં યુનિસેફ સંયુક્ત રાષ્ટ્રનું સ્થાયી સદસ્ય બન્યું હતું.
→ યુનિસેફનું ધ્યેય સુત્ર For Every child છે.
→ હાલમાં યુનિસેફમાં 191 સભ્ય દેશો છે.
→ તેના હાલના અધ્યક્ષ કેથરિન એમ. રસેલ (Catherine M. Russell) છે.
0 Comments