→ દર વર્ષે માગશર સુદ અગિયારસના રોજ 'ગીતા જયંતી ઉજવવામાં આવે છે.
→ ગીતાના દસમાં અધ્યાય 'વિભૂતિ યોગ' માં શ્રીકૃષ્ણ સ્વયં કહે છે મહિનાઓમાં હું શ્રેષ્ઠ માગશર માસ છું. જે દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો તે દિવસે માગશર સુદ અગિયારસ હોવાથી તે સંદર્ભમાં ગીતા જયંતી માગશર સુદ અગિયારસના દિવસે ઉજવવામાં આવે છે.
ભગવદ્ ગીતા વિશે માહિતી
→ ગીતા જ્યારે પ્રથમ ગવાઈ ત્યારે વર્ષનો આરંભ માગશર મહિનાથી થતો હતો અને માગદર સુદ એકાદશી 'મોક્ષદા એકાદશી' કહેવાય છે. જે મોક્ષ પ્રદાન કરે છે. તેમજ ઉપરાંત બ્રહ્મવિધા અને યોગશાસ્ત્રની જયંતી રૂપે પણ ઉજવવામાં આવે છે.
→ ભગવદ્ ગીતા વિશ્વનો એકમાત્ર ધાર્મિક ગ્રંથ છે જેની જયંતી ઉજવાય છે.
→ મહાભારતના કુલ 18 (અઢાર) પર્વ છે જેમાં છઠ્ઠો પર્વ ભીષ્મપર્વ છે
→ ભીષ્મપર્વના અઘ્યાય નંબર 25 થી 42ના કુલ 8 અધ્યાય એટલે જ ગીતા.
→ ભગવદ ગીતાના મુખ્ય ત્રણ યોગ છે. કર્મયોગ. જ્ઞાનયોગ, ભક્તિયોગ
→ ગીતામાં કુલ 700 (સાતસો) શ્લોક શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા છે, 85 શ્લોક અર્જુન બોલ્યા છે, 39 શ્લોક સંજય અને માત્ર 1 (એક) શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે.
→ ગીતાના 18 અધ્યાય છે, 700 શ્લોકો છે, 9411 શબ્દો છે, 24447 અક્ષરો છે. શ્રીકૃષ્ણ ઉવાચ 28 વખત, અર્જુન ઉવાચ 21 વખત, ધૃતરાષ્ટ્ર ઉવાચ 01 એમ કુલ મળી 59 વખત ઉવાચ આવે છે. સંજય ઉવાય 9 વખત આવે છે.
→ સમગ્ર ભગવદ્ ગીતામાં એક પણ વખત હિંદુ શબ્દ આવતો નથી. તેમજ હિંદુ ધર્મનો ધર્મગ્રંથ હોવા છતાં પણ એ જ સાબિત કરે છે કે ગીતા વૈશ્વિક ધર્મગ્રંથ છે.
→ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ એવો ધર્મગ્રંથ છે, જેનો અનુવાદ ભાષાંતર વિશ્વની તમામે તમામ ભાષાઓમાં થયું છે.
→ ગીતા દરેક અધ્યાયના અંતે અધ્યાય પૂરા થયાની નોંધ માટે જે પંકિર્ત આવે છે તેને પુષ્પિકા કહે છે, જે મુજબ ગીતા બ્રહ્મવિધા છે, યોગનું શાસ્ત્ર છે, આવી અઢાર પુસ્તિકાના કુલ શબ્દો 234 છે અને તેના કુલ અક્ષરો 890 છે.
→ ૠગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ ચાર વેદો છે પણ ગીતાને પાંચમો વેદ કહેવાય છે.
→ આપણા ન્યાયાલયોમાં ભગવદ્ ગીતાનું સત્ય અને શ્રદ્ધા પ્રતીક તરીકે પતિષ્ઠાયન જ થયું છે. ગીતા ગ્રંથ પર હાથ મુકીને સોંગદ લેવાય છે.
0 Comments