→ સંયુકત રાષ્ટ્ર (UN)ની સામાન્ય સભાએ વર્ષ 1948માં 10 ડિસેમ્બરને "માનવ અધિકાર દિવસ' તરીકે જાહેર કર્યો હતો.
→ આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક વ્યકિતના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક અધિકાર જળવાઈ રહે તેમજ તિરસ્કાર, જાતિવાદ અને અસહિષ્ણુતા જેવા દૂષણો દૂર કરી માનવ અધિકારોનું રક્ષણ કરવાનો છે.
→ સંયુકત રાષ્ટ્રસંઘે વર્ષ 1948માં માનવ અધિકાર માટે એક ઘોષણાપત્ર (યુનિવર્સલ ડિકલેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ) તૈયાર કર્યું હતું.
→ જેમાં જાતિ, રંગ, ધર્મ અને ભાષાને ધ્યાનમાં લીધા વિના માનવ ગરિમાને મહત્વ અપાયું છે.
→ 500થી વધુ ભાષાઓમાં તેનું ભાષાંતર કરવામાં આવ્યુ છે અને આમ, તે વિશ્વનો ના સૌથી વધુ અનુવાદિત દસ્તાવેજ છે.
→ ભારતીય બંધારણના ભાગ-૩માં અનુચ્છેદ 12 થી અનુચ્છેદ 35મા માનવના મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે.
→ ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના 12 ઓકટોબર, 1993ના રોજ માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993 અંતર્ગત કરવામાં આવી હતી.
→ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના પેરિસ સિદ્ધાંતોને અનુરૂપ કરવામાં આવી છે.
→ આ અધિનિયમમાં વર્ષ 2006માં અને 2019માં સંશોધન કરવામાં આવ્યું હતું.
→ આ આયોગમાં 1 અધ્યક્ષ અને4 સભ્યો હોય છે. તે સિવાય રાષ્ટ્રીય લઘુમતિ આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, રાષ્ટ્રીય મહિલા આયોગ, રાષ્ટ્રીય બાળ અધિકાર આયોગ, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ (તમામ આયોગના અધ્યક્ષો) અને ચીફ કમિશનર ફોર પર્સન્સ ઓફ ડિએબીલીટી, હોદ્દાની રૂએ તેના સભ્યો હોય છે.
→ હાલમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ વિજયા ભારતી સયાની છે અને કિશોર મકવાણા, ઇકબાલસિંહ લાલપુરા, અંતર સિંહ આર્ય, વિજયા કે. રાહટકર સભ્યો છે.
→ આ આયોગ એક કાયદાકીય (વૈધાનિક) સંસ્થા છે.
→ સંસદીય કાયદા દ્વારા આ આયોગની રચના કરવામાં આવી છે.
→ તેનું મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે.
→ આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનના નેતુત્વવાળી 6 સભ્યોની સમિતિની ભલામણો થાય છે.
→ આ સમિતિમાં વડાપ્રધાન (અધ્યક્ષ), લોકસભાના સ્પીકર, રાજ્યસભા ના ઉપસભાપતિ, લોકસભા અને રાજ્યસભાના વિરોધપક્ષના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી હશે.
→ રાષ્ટ્રીય અને રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તથા સદસ્યોનો કાર્યકાળ 5 વર્ષથી ઓછો કરીને ૩ વર્ષ કરવામાં આવશે તથા તેની પુનઃ નિમણૂક પણ કરી શકાશે.
0 Comments