→ વિશેષતા : વર્ષ 1974માં પદ્મભૂષણ પુરસ્કાર મેળવનાર પ્રથમ પુરાતત્વવિદ્
→ ગુજરાતમાં આંગળીએ ગણી શકાય તેવા ઇતિહાસકારો પુરાતત્વવિદ્દોમાં શીર્ષસ્થ એવા હસમુખ સાંકરિયાનો જન્મ મુંબઈમાં થયો હતો.
→ તેઓ બાલ્યાવસ્થાથી જ પુરાણો અને મહાકાવ્યોમાં અનહદ રસ ધરાવતા હતા.
→ તેમણે સંસ્કૃત-ઇતિહાસ વિષય સાથે સ્નાતક અને પુરાતત્ત્વ શાસ્ત્ર સાથે અનુસ્નાતક મુંબઇ યુનિવર્સિટીથી કર્યુ હતું તથા લંડન યુનિવર્સિટીથી વર્ષ 1936માં પી. એચ.ડીની પદવી મેળવી હતી.
પુરાતત્વવિદ તરીકે યોગદાન
→ તેમણે પુરાતત્વવિદની તાલીમ પ્રસિદ્ધ પુરાતત્વવિદ્ મોર્ટિમર વ્હીલર પાસેથી લીધી હતી.
→ તેમણે પશ્ચિમ ભારતમાં પાષાણ અને મધ્ય પાષાણ યુગના અનેક સ્થળો શોધ્યાં હતાં.
→ તેમણે વર્ષ 1940માં ગુજરાતમાં મહેસાણા જિલ્લાની સાબરમતી ખીણમાં પાષાણ અને મધ્ય પાષાણ યુગના સ્થળોની શોધ કરી તથા લાંઘણજ ખાતે ઉત્ખનન કર્યુ હતું.
→ ડો. સાંકરિયાએ 12 થી વધુ પુરાતત્વીય સ્થળોનું ઉત્ખન્ન તથા 12 થી વધુ પુસ્તકો અને પ્રોજેક્ટ રિપોર્ટસ તેમજ 200 જેટલા સ્તરીય સંશોધન લેખો દ્વારા ગુજરાત- ભારતના જ્ઞાનજગતમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
→ ‘આર્કિયૉલૉજી ઑવ્ ગુજરાત’, ‘હિસ્ટૉરિકલ જ્યૉગ્રાફી ઍન્ડ કલ્ચરલ એથ્નૉગ્રાફી ઑવ્ ગુજરાત’, ‘પ્રી-હિસ્ટરી ઍન્ડ પ્રોટો-હિસ્ટરી ઇન ઇન્ડિયા ઍન્ડ પાકિસ્તાન’, ‘ન્યૂ આર્કિયૉલૉજી : ઇટ્સ સ્કોપ ઍન્ડ ઍપ્લિકેશન ઇન ઇન્ડિયા’, ‘પ્રી-હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા’, ‘રામાયણ : મિથ ઍન્ડ રિયાલિટી’, ‘યુનિવર્સિટી ઑવ્ નાલન્દા’, ‘ઇન્ડિયન આર્કિયૉલૉજી ટુડે’ અને ‘અખંડ ભારતમાં સંસ્કૃતિનો ઉષ:કાળ’, ‘નવ પુરાતત્વ’ અને ‘પુરાતત્વની બાળપોથી’ ઉપરાંત લગભગ 200 જેટલા સંશોધનલેખોનો સમાવેશ થાય છે.
→ તેઓ ગુજરાતના પુરાતત્વ વિશેના પ્રથમ પુસ્તક Prehistoric and Historic Archaeology of Gujaratના લેખક છે.
→ તેમણે ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ તરીકે સેવા આપી છે.
→ તેમણે બોર્ન ફોર આર્કિયોલોજી નામે આત્મકથા લખી છે. જે ગુજરાતીમાં અનુવાદ સ્વરૂપે પુરાતત્ત્વના ચરણે નામે પ્રકાશિત થઈ છે.
0 Comments